આલે લે / જુઓ અહીંયા ભાડા પર મળે છે ગર્લફ્રેન્ડ, તમે માનશો નહીં પણ હકિકત છે, બસ માનવી પડશે એની આ નાનકડી શરત

ટોપ ન્યૂઝ વર્લ્ડ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમને તમારા માતા-પિતા ઠપકો આપે કેમકે તમે કોઈ ગર્લફ્રેન્ડ બનાવી ન હતી? હા, તમે સાચું સાંભળ્યું છે અને આવું ચીનમાં થાય છે અને તેનાથી બચવા માટે ચીનના યુવકો ગર્લફ્રેન્ડને ભાડેથી લઈને તેમના માતા-પિતા સાથે પરિચય કરાવે છે. ચીનમાં એવી ઘણી એપ્સ છે જેની મદદથી તમે ગર્લફ્રેન્ડને હાયર કરી શકો છો.

ચીનના યુવાનો જ્યારે વેકેશન માટે તેમના ઘરે જાય છે ત્યારે તેઓ ગર્લફ્રેન્ડને હાયર કરે છે. જો તે આમ ન કરે, તો તેને તેના માતા-પિતા અને સંબંધીઓ તરફથી સખત પ્રશ્નોનો સામનો કરવો પડશે. ઘણી વખત યુવાનોને લગ્ન અને ગર્લફ્રેન્ડ બનાવવાના મહત્વ પર સંબંધીઓના લાંબા પ્રવચનો પણ સાંભળવા પડે છે.

પરંતુ જો તમે ગર્લફ્રેન્ડને ભાડે લઈ જાઓ છો, તો કેટલીક શરતો છે. તમે છોકરીને સ્પર્શ કરી શકતા નથી. છોકરી ફક્ત છોકરાને ઈમોશનલ સપોર્ટ આપશે, તેની ગર્લફ્રેન્ડ જેવું વર્તન કરશે.

ગર્લફ્રેન્ડને ભાડે રાખવા માટે છોકરાઓએ 1999 યુઆન એટલે કે લગભગ બાવીસ હજાર આઠસો સોળ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. પછી તેઓ ભાડે રાખેલી ગર્લફ્રેન્ડને તેમના પરિવાર સાથે મળાવી શકે છે. તેની સાથે ડેટ પર જઈ શકે છે. તેની સાથે ચેટ કરી શકો છો.

નોંધનીય છે કે ચાઇનામાં લૂનર ન્યૂ યર દરમિયાન, ગર્લફ્રેન્ડને ભાડા પર રાખવાનું વધુ મોંઘું બની જાય છે. ત્યારબાદ યુવાનોએ 3 હજાર યુઆન એટલે કે 34,241 રૂપિયાથી લઈને 10 હજાર યુઆન એટલે કે 1,14,139 રૂપિયા ભાડાની ગર્લફ્રેન્ડ માટે ખર્ચવા પડે છે. આવું એટલા માટે થાય છે કારણ કે નવા વર્ષની રજાઓ પર મોટાભાગના લોકો ઘરે પાછા આવે છે.

ભાડા પર ગર્લફ્રેન્ડ તરીકે કામ કરતી એક યુવતીએ જણાવ્યું કે તેનું કામ ઘણું મુશ્કેલ છે કારણ કે તેને દરેક વખતે અજાણી વ્યક્તિની ગર્લફ્રેન્ડ બનવું પડે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.