સ્વામિનારાયણ ભગવાનને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો, માત્ર 12 કલાકમાં જ  ઈચ્છઓ થશે પૂર્ણ, છોડીને જતાં નહીં લાગશે મહાપાપ

ધર્મ

દુનિયાભરમાં જેનો વ્યાપ અને પ્રસિદ્ધિ પામેલા એવા સ્વામિનારાયણ સંપ્રદાય કે જ્યાં માત્ર પરલોક નહિ પણ આ લોકમાં સુખી થવાની વિચારધારા છે. સ્વામિનારાયણ સંપ્રદાય માં માત્ર મોક્ષ મેળવવાની ઝંખના જ નહિ પરંતુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે કરુણા પણ છે. અહીં ભજન ભક્તિ સાથે સાથે સમાજ કલ્યાણ પણ જોવા મળે છે.

સંવત 1837 ચૈત્ર સુદ નવમીના શુભ દિવસે છપૈયામાં પ્રગટેલા ઘનશ્યામ મહારાજ જ્યારે વન વિચરણ કરી ગુજરાતમાં ઉદ્ધવજીના અવતાર એવા સ.ગુ. રામાનંદ સ્વામીને મળે છે અને રામાનંદ સ્વામી પ્રભુને ઓળખી ધર્મધુરા શ્રી ઘનશ્યામ મહારાજ એટલે કે સહજાનંદ સ્વામીને સોંપે છે.

થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી દેહત્યાગ કરે છે. 

ગુરુના દેહત્યાગના સમાચાર જાણી ગામો ગામથી સંતો અને ભક્તોની ભીડ ઉમટી આવે છે. રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલા એવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે ‘હે ભક્તજનો! હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું પણ હવે થયું કે તમને એક મંત્ર આપું છું અને હવેથી તમારે આ મંત્રનો જાપ કરવાનો છે.

સહજાનંદ સ્વામીએ આગળ કહ્યું કે, અત્યાર સુધી મારા અનેક નામ છે. મને કોઈ નામ સંતોએ આપ્યાં તો કોઈ નામ ભક્તો એ પાડ્યાં તો વળી પૃથ્વીને વિષે જન્મને ધારણ કર્યો તો માતા પિતાએ પણ નામ પાડ્યાં અને તમે તે નામથી મારા નામનું ભજન પણ કરતા રહ્યા પણ આજ હું સ્વયં મારું નામ આપું છું. આ સર્વોપરી મંત્ર છે એમ કહી પ્રભુએ ‘સ્વામિનારાયણ’ એવો મંત્ર આપ્યો હતો.

હવે આજ કરું હું પ્રકાશ, તમે સાંભળો તે સહુ દાસ, સ્વામિનારાયણ મારું નામ, સંભારતાં સૌને સુખધામ; બીજા નામ લે કોઈ અપાર, તો ય આવે નહિ એની હાર સ્વામિનારાયણ નામ સાર, લિયે એકવાર નિરધાર..! 

આમ ભગવાન સ્વામિનારાયણ ના મુખેથી સૌ પ્રથમવાર સ્વામિનારાયણ નામ સાંભળતા સહુને આનંદ થયો અને ‘જયઘોષ’ સાથે બધા સંતો ભક્તોએ આ મંત્રને વધાવી લીધો. આમ સમગ્ર દુનિયામાં સ્વામિનારાયણનો સંપ્રદાય નો નાદ ગુંજી ઉઠ્યો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.