સમગ્ર દુનિયા માટે ચેતવણી / જાણો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીને શા માટે ફોન કર્યો, જુઓ આ મુદ્દા પર થઈ વાતચીત

ટોપ ન્યૂઝ વર્લ્ડ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 6 ડિસેમ્બરના રોજ ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પુતિને પોતાના આ પ્રવાસમાં ભારતને એક મિત્ર દેશ ગણાવ્યો હતો.

Asia Pacific Region પર વિચારોનું આદાન પ્રદાન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી અને એશિયા પ્રશાંત વિસ્તાર(Asia Pacific Region) માં સ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. એક રશિયાના અધિકારીએ આ જાણકારી આપી. હિન્દ પ્રશાંત વિસ્તારને હંમેશા એશિયા-પ્રશાંત ક્ષેત્રના નામે ઓળખવામાં આવે છે.

રશિયાના અધિકારીએ આપી જાણકારી
રશિયાના અધિકારીએ કહ્યું કે બંને નેતાઓએ 6 ડિસેમ્બરના રોજ પુતિનના ભારત પ્રવાસ દરમિયાન અંતિમ સ્વરૂપ અપાયેલી સમજૂતિઓને લાગૂ કરવાના વ્યવહારિક પહેલુઓ પર ચર્ચા કરી. અધિકારીએ કહ્યું કે પુતિને છ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીની ઉચ્ચ સ્તરની યાત્રા દરમિયાન રશિયન શિષ્ટમંડળના આતિથ્ય સત્કાર બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

વિશેષ રણનીતિક ભાગીદારીનો ઈરાદો
તેમણે કહ્યું કે ‘તેમણે વાતચીત દરમિયાન થયેલી સમજૂતિઓના અમલીકરણ(implementation) ના વ્યવહારિક પહેલુંઓ પર ચર્ચા કરી તથા રશિયા અને ભારત વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીના વધુ મલ્ટીડાઈમેન્શનલ વિકાસ માટે પરસ્પર ઈરાદા સ્પષ્ટ કર્યા.’ અત્રે જણાવવાનું કે પુતિનના ભારત પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ વિસ્તારિત કરવા માટે 28 સમજૂતિઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

હાલમાં જ દિલ્હી આવ્યા હતા રશિયાના રાષ્ટ્રપતિ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છઠ્ઠી ડિસેમ્બરે જ દિલ્હી પ્રવાસે આવ્યા હતા અને તે મુલાકાત દરમિયાન પણ બંને રાષ્ટ્રનેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે પુતિને ભારતને ફરી એકવાર મિત્ર રાષ્ટ્ર કહ્યું હતું. પુતિન અને પીએમ મોદી વચ્ચે થઈ વાતચીત

રશિયાએ કહ્યું કે બંને નેતાઓ વચ્ચે પુતિનની ભારત યાત્રા દરમિયાન કરવામાં આવેલા કરારોને લાગુ કરવા મામલે ચર્ચા કરવામાં આવી હતી અને સાથે સાથે દિલ્હીમાં ઉમળકાભેર સ્વાગત કરવા માટે પણ પુતિને પીએમ મોદીનો આભાર માન્યો. રશિયાએ કહ્યું કે બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત દરમિયાન કરારોને લાગુ કરવાને લઈને ચર્ચા કરવામાં આવી. આ સાથે પરસ્પર વિકાસને લઈને પણ મત વ્યક્ત કરવામાં આવ્યો છે

અધિકારીએ કહ્યું કે પુતિને છ ડિસેમ્બરના રોજ નવી દિલ્હીની ઉચ્ચ સ્તરની યાત્રા દરમિયાન રશિયન શિષ્ટમંડળના આતિથ્ય સત્કાર બદલ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું કે ‘તેમણે વાતચીત દરમિયાન થયેલી સમજૂતિઓના અમલીકરણ ના વ્યવહારિક પહેલુંઓ પર ચર્ચા કરી તથા રશિયા અને ભારત વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીના વધુ મલ્ટીડાઈમેન્શનલ વિકાસ માટે પરસ્પર ઈરાદા સ્પષ્ટ કર્યા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.