અરે બાપરે / અહિયાં માત્ર 1 રૂપિયામાં મળી રહ્યું છે લીટર પેટ્રોલ, જુઓ એટલી ભીડ જામી કે કરવું પડ્યું આ કામ

ઇન્ડિયા

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના ભાવ આસમાને છે. લગભગ દરેક રાજ્યમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જોકે, આ દરમિયાન આજે મહારાષ્ટ્રના એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ 1 રૂપિયા પ્રતિ લિટર(Petrol Rs 1 per liter)ના ભાવે વેચાયું હતું. આ પેટ્રોલ પંપ સોલાપુર જિલ્લા(Solapur District)માં છે. પેટ્રોલ પંપ પર લોકો એક રુપિયા પ્રતિ લિટર પેટ્રોલ ખરીદવા માટે એકઠા થયા હતા, જેને પાછળથી સંભાળવા માટે પોલીસને પણ આવવું પડ્યું હતું.

રાહુલ સર્વોગડે જણાવ્યું હતું કે, “અમે 500 લોકોને 1 લિટરના દરે પેટ્રોલ આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, જે ભારે ધસારાના કારણે બપોરે પૂર્ણ થયું હતું. એક વ્યક્તિ માત્ર 1 લિટર પેટ્રોલ ભરી શકે છે. આ રીતે 500 લોકો પહેલા આવો પહેલા સેવાની નીતિ હેઠળ 1 રૂપિયા પ્રતિ લિટરના દરે પેટ્રોલ આપવામાં આવ્યું હતું.

આ યોજનાનો લાભ લેવા સવારથી જ પેટ્રોલ પંપો પર ભીડ જામી હતી. સવારથી જ ઘણા લોકો તેમના બાઇક અને મોટરસાઇકલ લઇને લાઇનમાં હતા. પરિસ્થિતિ બેકાબૂ ન બને તે માટે તંત્રને સંભાળવા માટે પોલીસને પણ ત્યાં આવવું પડ્યું હતું.

જો મહારાષ્ટ્રના મોટા શહેરોમાં પેટ્રોલના આજના ભાવની વાત કરીએ તો, મુંબઈમાં 120.51 રૂપિયા, કોલ્હાપુરમાં 121.50 રૂપિયા, નાગપુરમાં 120.15 રૂપિયા, નાસિકમાં 120.57 રૂપિયા, પરભણીમાં 123.53 રૂપિયા, પુણેમાં 120.74 રૂપિયા છે. થાણે જિલ્લામાં 120.50 રૂપિયા અને ઔરંગાબાદમાં 121.80 રૂપિયા પ્રતિ લિટર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.