સલામ છે બોસ / ચાલુ ટ્રેનમાં જીવ જોખમમાં નાખીને ઉતરવા જતી મહિલાને બચાવવા પોલીસ જવાને પણ પોતાનો જીવ જોખમમાં મુક્યો, પરંતુ પછી થયું એવું કે….

રાજકોટ

ઘણી વખત ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે કોઈ જાનહાની થઇ હોઈ તેવા કિસ્સાઓ આપડી સામે આવતા હોય છે, ત્યારે હાલમાં સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલી મહિલા મુસાફરનો આરપીએફ સ્ટાફે જીવ બચાવ્યો હતો. તાજેતરમાં રાજકોટ ડિવિઝનના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સ્ટાફે જામનગર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહેલી મહિલા મુસાફરને પ્લેટફોર્મ પર પડતી જોઈને ઝડપથી તેને ખેંચીને ટ્રેન નીચે આવતી અટકાવી ને તેનો જીવ બચાવ્યો હતો.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફે વિગતો આપતા જણાવ્યું કે 27 એપ્રિલ, 2022ના રોજ નીતા રબારી (ઉંમર 36 વર્ષ) નામની મહિલા મુસાફર તેના પરિવાર સાથે ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલના D-2 કોચમાં વિરમગામ થી દ્વારકા જવા માટે મુસાફરી કરી રહી હતી. આ મહિલા મુસાફર પાણી લેવા માટે જામનગર રેલવે સ્ટેશન પર ઉતરી હતી.

જે દરમિયાન ટ્રેન સ્ટેશનથી ઉપડવા લાગી હતી. મહિલા મુસાફર ઉતાવળે બીજા કોચમાં ચડી ગયી અને પછી ચાલતી ટ્રેનમાંથી ઉતરતી વખતે તે નીચે પડી અને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપની નજીક ખતરનાક રીતે આવી ગઈ. આ દરમિયાન ગુના નિવારણ ફરજમાં જામનગર પોસ્ટ પર તૈનાત આરપીએફના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહે તત્પરતા દાખવી મહિલા મુસાફરને ખેંચીને તેણીને ટ્રેનની નીચે આવતા અટકાવીને તેનો જીવ બચાવ્યો હતો.

મહિલા મુસાફરને પડતા જોઈ તેના પતિએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા મુસાફરનો જીવ બચી ગયો હતો અને તેને કોઈ ઈજા થઈ ન હતી. બાદમાં તેઓ રોડ માર્ગે પોતાના ગંતવ્ય માટે રવાના થયા હતા. આ રીતે પોતાની હોશિયારી, તત્પરતા અને બહાદુરી વડે મહિલા મુસાફરનો જીવ બચાવનાર હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ ના કામ ની રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવે જવાનની બહાદુરી માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.