‘હંગામા’ રેસ્ટોરન્ટમાં હંગામો/ દાળબાટી ખાવા ગયેલા પરિવારને દાળબાટીમાં પીરસાઈ મહાકાય ઈયળ, ગુસ્સે ભરાયેલા ગ્રાહકે કરી બબાલ : જુઓ ઘોર બેદરકારીનો LIVE વિડીયો

ટોપ ન્યૂઝ ગુજરાત

રાજ્યમાં અવાર-નવાર અનેક રેસ્ટોરન્ટમાં સફાઈ અને ગંદકીના અભાવે મરેલ ઉંદર કે ઈયળ નીકતા રહ્યા છે. ત્યારે આજે ફરી એકવખત અમદાવાદીઓને બિન આરોગ્યપ્રદ ખાવાનું મળી રહ્યું હોવાના પુરાવા સામે આવ્યા છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી હંગામા દાલબાટી નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ એક પરિવારની ડીશમાં ઈયળ નીકળી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વાઇરલ વીડિયોમાં જમવાની થાળીમાં ઈયળ નીકળતા ગ્રાહક ખૂબ જ ગુસ્સે થઇ ગયેલા જોવા મળે છે. બાળકને તેઓ આ જમવાનું ખવડાવતા હતા. ગુસ્સે થયેલા ગ્રાહક હોટલ માલિક સાથે ગાળા-ગાળી પણ થઇ ગઈ.

સાંજના સમયે હંગામા દાલબાટી નામના રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ એક પરિવારે આ વિડીયો વાઈરલ કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો.ભાવિન જોશીનો અને હાથીજણની હંગામા દાલબાટી રેસ્ટોરન્ટના માલિક રમેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. હોટલ માલિકે માફી માગી છતાં ગ્રાહક માનવા તૈયાર થયા ન હતા.

મળતી માહિતી અનુસાર, આ વિડીયો હાથીજણ વિસ્તારમાં આવેલી હંગામા રેસ્ટોરન્ટનો હતો. વાઇરલ વીડિયોમાં જમવામાં ઈયળ નીકળી હતી અને તેને લઈને ગ્રાહક ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે. ગ્રાહક જ્યારે તેમના બાળકોને આ જમવાનું ખવડાવતા હતા. ત્યારે અચાનક જ થાળીમાં તેઓએ ઈયળ જો અને હોટલના માલિકને જાણ કરી હતી હોટલના માલિક દ્વારા આ મામલે માફી પણ માંગવામાં આવી હતી. પરંતુ ગ્રાહક કેટલા ગુસ્સે થઈ ગયા હતા કે જો આ જમવાનું અમે ખાઈ ગયા હોત તો શું થાત. ઈયળ નીકળી એ તમારા માટે નાનો ઇસ્યુ હશે પણ મારા માટે મોટો ઇસ્યુ છે એમ કહે છે. આ સમગ્ર વીડિયો વાઇરલ થયા બાદ કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી થઈ તે માહિતી આપવામાં જ આવી નથી.​​​​​​​

ગુજરાતમાં માત્ર આ એક નહિ પરંતુ આવી અનેક રેસ્ટોરેન્ટમાં બિન આરોગ્યપ્રદ પરિસ્થિતિમાં ખોરાક બનાવવામાં આવે છે સાથે તેઓ કોઇપણ પ્રકારની સ્વચ્છતા રાખતાં નથી. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સમયાંતરે આવા રેસ્ટોરન્ટમાં કેવું જમવાનું બને છે તેની ચકાસણી કરતા નથી જેના કારણે અનેક હોટલ રેસ્ટોરન્ટમાં બિનઆરોગ્યપ્રદ અને મરેલા જીવજીતું નીકળે છે. હંગામા રેસ્ટોરન્ટ સામે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.