સોશિયલ મીડિયાએ તો ભારે કરી / ફેસબુક પર છોકરી બની પ્રેમિકાના પતિ સાથે કરી મિત્રતા, જુઓ પછી મળવા બોલાવી કર્યો એવો કાંડ કે જાણીને તમે ચોંકી ઉઠશો

ઇન્ડિયા

વધતા જતા હત્યા (Murder)ના કેસોમાં હાલમાં જ ઝારખંડ (Jharkhand)ના ધનબાદ (Dhanbad)માંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહી, એક યુવકની તેની પત્નીના પ્રેમીએ હત્યા કરી નાખી. આ મહિલાનું તેના પાડોશી સાથે અફેર ચાલી રહ્યું હતું. મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મળતી માહિતી અનુસાર, આરોપીએ Facebook માં છોકરીનું નકલી આઈડી બનાવી ષડયંત્ર ઘડ્યું હતું.

ઝારખંડના ધનબાદમાં પાન મસાલા બિઝનેસમેન મુકેશ પંડિતની 26 માર્ચે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધનબાદ પોલીસે આ હત્યાનો ખુલાસો કરતાં મુકેશની પત્ની નીલમ દેવી અને તેના પ્રેમી ઉજ્જવલ શર્માની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઉજ્જવલના કહેવા પર મુકેશનો મોબાઈલ અને પિસ્તોલ મળી આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનો પણ કબૂલી લીધો છે.

એસએસપી સંજીવ કુમારે જણાવ્યું કે, ઉજ્જવલ શર્માનું ઘર મુકેશ પંડિતના ઘરની નજીક છે. ઉજ્જવલ શર્મા મુકેશની દુકાનમાં કામ કરતો હતો. જેના કારણે ઉજ્જવલ શર્મા મુકેશના ઘરે આવવા-જવા લાગ્યો હતો. આ દરમિયાન ઉજ્જવલનું મુકેશની પત્ની સાથે પ્રેમસંબંધ શરૂ થયો હતો. તેઓ સાથે મળીને મુકેશને રસ્તામાંથી દૂર કરવા માંગતા હતા. જેથી મુકેશની પત્ની અને ઉજ્જવલે સાથે મળીને કાવતરું રચીને તેની હત્યા કરી નાખી.

હત્યાને અંજામ આપવા માટે ઉજ્જવલ શર્માએ યુવતીના નામે Facebook એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ Facebook મેસેન્જર દ્વારા મુકેશ સાથે મિત્રતા કરી હતી. મિત્રતા વધ્યા પછી ઉજ્જવલે મુકેશ સાથે મેસેન્જર દ્વારા વાત કરવાનું શરૂ કર્યું. 25 માર્ચની રાત્રે મેસેન્જર સાથેની વાતચીત દરમિયાન ઉજ્જવલે મુકેશને મળવા માટે દામોદરપુર ફૂટબોલ ગ્રાઉન્ડ બોલાવ્યો અને ત્યાં મુકેશની ગોળી મારીને હત્યા કરી દીધી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.