આની પાછળ કોણ જવાબદાર / NEET ની પરીક્ષા પહેલા છોકરીઓના આંતરિક વસ્ત્રો અન્ડરવેયર અને બ્રા ઉતરાવ્યા, જુઓ પછી એકઝામમાં શું થયું એ પીડીતાએ વર્ણવી કહાની

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રવિવારે (17 જુલાઈ) કેરળના કોલ્લમ જિલ્લામાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં NEET પરીક્ષા દરમિયાન કેટલીક વિદ્યાર્થીનીઓને ખૂબ જ અપમાનજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. અહીં પરીક્ષા પહેલા કેટલીક વિદ્યાર્થિનીઓને પરીક્ષા દરમિયાન અંદરના વસ્ત્રો ઉતારવાનું પણ કહેવામાં આવ્યું હતું.

જો આમ નહિ કરે તો, તેમને પરીક્ષામાં બેસવા દેશે નહિ તેવું કહેવામાં આવ્યું હતું. હાલ કેરળ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. હકીકતમાં, કોલ્લમ જિલ્લામાં, NEET પરીક્ષામાં હાજર રહેલી વિદ્યાર્થીનીઓને તપાસના નામ પર તેમના આંતરિક વસ્ત્રો ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, જિલ્લાના આયુરમાં એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં રવિવારે NEETની પરીક્ષા લેવામાં આવી હતી.

અહીં વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમિયાન કથિત રીતે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક યુવતીઓના નિવેદન બાદ મહિલા અધિકારીઓની ટીમે કેસ નોંધ્યો છે. આ મામલો સોમવારે NEET પરીક્ષા દરમિયાન પ્રકાશમાં આવ્યો જ્યારે 17 વર્ષની છોકરીના પિતાએ કહ્યું કે, તેની પુત્રી NEET પરીક્ષા આપવા પહોચી હતી અને તેની સાથે ગેરવર્તણૂક આચરવામાં આવી છે.

તેણી હજુ પણ આ ઘટનાથી આઘાતમાં છે. પીડિતાના પિતાએ જણાવ્યું કે, દીકરીને પરીક્ષા માટે 3 કલાકથી વધુ સમય સુધી અંડરવેર વગર બેસવું પડ્યું. છોકરીના પિતાએ કહ્યું કે તેમની પુત્રીએ NEET બુલેટિનમાં દર્શાવેલ ડ્રેસ કોડ મુજબ પોશાક પહેર્યો હતો. તેમ છતાં ત્યાં મેનેજમેન્ટે કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ફેક્ટ ફાઈડિંગ કમિટીની રચના કરી છે જે ઘટનાસ્થળે જઈને તપાસ કરશે અને જે પણ દોષી હશે તેમની સામે પગલાં ભરવાનું કહેવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને આ ઘટનાની તપાસ કરવાનું જણાવ્યું છે. મંત્રાલયના આદેશાનુસાર કમિટી ઘટનાસ્થળે જઈને તપાસ કરશે.

છોકરીઓની બ્રા ઉતારવાના મામલે રાષ્ટ્રીય મહિલા પંચે આકરા પાણીએ છે. રાષ્ટ્રીય મહિલા પંચે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ડીજીપીને આ કેસની નિષ્પક્ષ તપાસનો ઓર્ડર કર્યો છે. પંચે ડીજીપીને એવુ પણ કહ્યું છે કે કેસની તપાસ કરો અને જો આરોપ સાચા હોય તો જવાબદાર સામે ફરિયાદ દાખલ કરો.

આ મામલાના પડઘા સંસદમાં પણ પડ્યા છે. સમાચાર એજન્સી ANI અનુસાર, લોકસભામાં આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રને કોલ્લમમાં NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓને તેમના આંતરિક વસ્ત્રો ઉતારવાની ફરજ પાડવાની ઘટના પર ગૃહમાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે.

રવિવારે સમગ્ર દેશમાં નીટની પરીક્ષા લેવાઈ હતી. કેરળના કોલ્લમ જિલ્લામાં પણ વિદ્યાર્થીઓની પરીક્ષા દેવા માટે આવી હતી. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા સ્ક્રિનિંગ પ્રક્રિયા દરમિયાન, વિદ્યાર્થીનીઓને મેટલ ડિટેક્શન સ્ટેજ પર બ્રા ઉતારી દેવાનું કહેવામાં આવ્યું હતું.

ડ્રેસ કોડ મુજબ, વિદ્યાર્થીનીઓને પરીક્ષા હોલમાં પ્રવેશતી વખતે કોઈપણ ધાતુની વસ્તુ અથવા સામગ્રી સાથે લઈ જવાની મંજૂરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા તપાસ દરમિયાન બ્રાના હૂકને કારણે મેટલ ડિટેક્ટરની બીપ વાગવા લાગી. આથી તપાસનીશ મહિલાકર્મીઓએ છોકરીઓની બ્રા ઉતારી લીધી હતી. વાલીઓને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો.

17 વર્ષીય પીડિતાએ કહ્યું કે નીટની પરીક્ષા પહેલા મને ફિમેલ કર્મી દ્વારા બ્રા ઉતારી દેવાનું કહેવામાં આવ્યું હતું. મારે પરીક્ષા આપવાની હોવાથી તેમના આદેશને માન્યે છૂટકો નહોતા. તેમના કહ્યાં અનુસાર મેં બ્રા ઉતારી દીધી હતી. બ્રા વગર મારે પરીક્ષામાં બેસવુ પડ્યું હતું પરંતુ આવી સ્થિતિમાં મને ખૂબ શરમ સંકોચ થયો. મારે વાળ દ્વારા મારી છાતી કાઢવી પડી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *