ધ્યાન રાખજો વ્હાલી દીકરીઓ / સોશિયલ મીડિયા યુઝ કરતી છોકરીઓ આ કિસ્સો જરૂરથી વાંચો, તમારી આ એક ભૂલ અને થઇ શકે છે આવા મોટા કાંડ

ટોપ ન્યૂઝ

સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યકિતઓ સાથે વાતચીત અને મિત્રતા કેળવવાના કેવા ગંભીર પરિણામ આવી શકે તેનો પોરબંદરમાં એક સગીરાને ખરાબ અનુભવ થતા મામલો હાલમાં પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. ત્યારે ચાલો જોઈએ શું થયું છે સગીરી સાથે અને શું છે સમગ્ર મામલો…

મોબાઈલ અને ઈન્ટરનેટનો સદઉપયોગ કરવાના અનેક ફાયદાઓ છે. પરંતુ આજ મોબાઈલ અને આજના કહેવાતા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો કામ વગર માત્ર આંધળી રીતે મોજશોખ માટે ઉપયોગ કરવો ખરાબ પરિણામોને આમંત્રણ દેવા બરાબર છે.

આજના ઈન્ટરનેટના યુગમાં વિવિધ સોશિયલ મીડિયાનો ઉપયોગ અનેક લેભાગુ તત્વો તેમના ખરાબ મનસુબાઓને પાર પાડવા માટે પણ ઉપયોગ કરતા હોય છે. પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામના ખીમા લખુ ગોઢાણીયા કે જે પોતે પરણીત છે. તેણે પોરબંદરમાં એક સગીરા સાથે ઈન્સ્ટાગ્રામમાં એક મહિના સુધી વાતચીત કર્યા બાદ તેને પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલ માનસરોવર હોટલમાં સગીરાને બોલાવ્યા.

ત્યાર બાદ સગીરા સાથે આરોપીએ બળજબરીથી બળાત્કાર કરતા સગીરાને આંતરીક ઈજાઓ પહોંચી હોવાથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બળાત્કારની તેમજ પોસ્કોની કલમ લગાવી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે પોરબંદર સિટી ડીવાયએસપીએ જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, હકીકતને ધ્યાને લઈ કમલાબાગ પોલીસે આરોપીને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ કેસમાં હોટલ વિરુદ્ધ પણ કોઈપણ પ્રકારના પુરવા મળશે તો હોટલ વિરુદ્ધ પણ જરુરી કાર્યવાહી કરવામાં આવશે. તેમ તેઓએ જણાવ્યુ હતું.

મોબાઈલની દુનિયામાં અને તેમા પણ સોશિયલ મીડિયામાં રચીપચી રહેતી યુવાપેઢી અને તેમના માતા-પિતા માટે પોરબંદરનો આ કિસ્સો લાલબત્તી સમાન છે. પોતાની હવસ સંતોષવાની લાયમાં નરાધમ આરોપીએ આચરેલ બળાત્કારને કારણે હાલ તો આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આરોપીએ કરેલ જધન્ય અપરાધને કારણે જેલ પણ તેની રાહ જોઈ રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.