અમેરિકામાં ગીતા રબારીનો ડંકો / અમેરિકામાં ગીતા રબારી પર થયો ડોલરનો વરસાદ, લોકડાયરામાં એકત્રિત થયું આટલા કરોડોનું ફંડ, જુઓ આ જગ્યાએ મદદે જશે ફંડ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ગીતાબેન રબારી(Gitaben Rabari), નામ સૌ કોઈએ સાંભળ્યું જ હશે. તેઓ ગુજરાત (Gujarat)ના લોક લાડીલા અને ખુબ જ પ્રખ્યાત સિંગર(Famous Singer) છે. તેમનું ફક્ત નામ જ કાફી છે, એમનો પરિચય આપવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.

ગીતાબેન સમગ્ર ભારત (India)માં તો પોતાના અવાજથી ધૂમ મચાવે જ છે પરંતુ, હાલમાં તો ગીતાબેન રબારીએ અમેરીકા (America)માં યોજાયેલ એક લોક ડાયરામાં ભારે જમાવટ કરી હતી.

ગુજરાતની લોકગાયિકા અને કોકિલ કંઠી ગીતાબેન રબારીએ ડાયરા થકી યુક્રેનવાસીઓની મદદ કરી છે. ફેમસ લોકગાયિકાએ અમેરિકામાં ડાયરા કરીને યુક્રેનની મદદ માટે 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ એકઠુ કર્યું. ગીતા રબારીના મધુર અવાજને સાંભળવા માટે અમેરિકામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.

આ કોન્સર્ટ અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટા શહેરમાં શનિવારે આયોજનત કરાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા એનઆરઆઈની હાજરી રહી હતી. આ ઈવેન્ટને સુરત લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં ઈવેન્ટ થકી 3 લાખ ડોલર એટલે કે 2.25 કરોડ રૂપિયાનું ફંડ એકઠુ કરાયુ હતું. જેનો હેતુ યુદ્ધગ્રસ્ત યુક્રેનને મદદ કરવાનો હતો. આ રકમ યુક્રેનને દાન કરવામા આવશે.

ગીતા રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે વિવિધ શહેરોની કોન્સર્ટમા હાજરી આપી હતી. તેમના તમામ કાર્યક્રમમાં તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર આ પરર્ફોમન્સની તસવીરો વાયરલ થઈ છે. જેમા ગીતા રબારી પર નોટોની વરસાદ થઈ રહી છે. તેમની આસપાસ ડોલરનો ઢગલો પડેલો છે. એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ કાર્યક્રમનો વીડિયો શએર કર્યો છે. જેને અત્યાર સુધી ઢગલાબંધ લાઈક્સ મળી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર ગીતા રબારીએ લખ્યુ કે, આ ગત રાતની કેટલીક ઝલક છે. અમે અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટામા લોકદાયરો ક્રયો હતો, તમારી સાથે આ આધ્યાત્મિક ક્ષણ શેર કરી રહી છું.

ગીતા રબારી ગુજરાતની ફેમસ ગાયિકા છે. તેમના અવાજનો જાદુ એવો છે કે, એક ગીત પર કરોડોની વરસાદ થઈ જાય. હાલ તેઓ અમેરિકાના પ્રવાસે છે, જ્યાંથી તેઓ સતત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી રહ્યાં છે. તેમણે સપ્તાહ પહેલા ટેક્સાસમાં પણ લાઈવ કોન્સર્ટ કરી હતી. આ ઉપરાંત રવિવારે લુઈસવિલ શહેરમાં પણ લાઈવ પરર્ફોમન્સ આપ્યુ હતું.

આ સમય દરમિયાન, Universal Studio Orlando Florida થી ગીતાબેન રબારીએ અમુક તસવીરો શેર કરી છે કે જેમાં તેમના પતિ પણ સાથે દેખાઈ રહ્યા છે.

હાલ સોશિયલ મીડિયા પર આ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે અને લોકો પણ આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.