લાલબત્તી સમાન કિસ્સો / પુત્રને મોબાઈલ આપવાની ના પડી તો પુત્રએ એવો મોટો કાંડ કર્યો કે પિતા માથું કુટી રહ્યા છે

ગુજરાત ટોપ ન્યૂઝ

મોબાઈલ પર વિડીયો ગેમ રમવાની આદત ધરાવતા બાળકોના વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોબાઈલ ગેમ રમવાની બાબતે માબાપે ઠપકો આપતા વાપીના ડુંગરા વિસ્તારમાંથી 1 હજારની ચોરી કરી રૂપિયા લઇ ચિઠ્ઠી લખી એક બાળક ઘરથી ફરાર થઈ ગયો હતો. જો કે અઠવાડિયાની દોડધામ બાદ બાળક આખરે રાજસ્થાનના એક રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે. આથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલા યાદવ પરિવારમાં આજે ખુશીનો દિવસ છે. કારણકે ઘર છોડીને ફરાર થયેલો પરિવારનો વ્હાલસોયો અઠવાડિયા બાદ ઘરે પરત ફર્યા છે. આથી પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ છે. અને માતા-પિતા અને બાળક એકબીજાને મીઠું મોઢું કરાવી અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ પરિવારન ધોરણ 9 માં અભ્યાસ કરતા અભિષેકને કોરોના લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસ વખતે મોબાઈલની લત લાગી ગઈ હતી. પરિવારના સભ્યોના મોબાઈલથી ઓનલાઈન ક્લાસ એટેન કરતી વખતે બાળકને વિડીયો ગેમની લત લાગી ગઇ હતી. જેથી ઓનલાઇન ક્લાસીસ બાદ મોટા ભાગનો સમય અભિષેક વિડીયો ગેમ રમવામાં વિતાવતો હતો.

જો કે અભિષેકને આદત વધારે લાગતા પરિવારજનોએ તેને વિડીયો ગેમ રમવાનીના પાડી દેતાં હતા. અભિષેક વારંવાર ગુસ્સે થઈ જતો હતો અને તેનું વર્તન બદલાઈ ગયું હતું. પરિવારજનોએ બાળકને વિડીયો ગેમ રમવાની ના પાડતા અચાનક એક દિવસ અભિષેક કબાટમાંથી હજાર રૂપિયા લઈને ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. બાળકની શોધખોળ કરી હતી. જો કે આસપાસના વિસ્તારમાં કે વાપીમાં બાળકનો કોઇ ભાળ નહીં મળતાં આખરે પરિવારજનોએ પોલીસનો સહારો લીધો હતો. આખરે અઠવાડિયા બાદ રાજસ્થાનના રાની રેલવે સ્ટેશનથી પર એક રેલવે કર્મચારીને બાળકની પૂછપરછ કરતાં રેલવે કર્મચારીને આ શંકા જતાં તેણે તપાસ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અભિષેક હેમખેમ પોતાના ઘરે પરત ફર્યું છે.

ઘર છોડતા પહેલા અભિષેકે પરિવારના સભ્યોને સંબોધી અને એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠી પરિવારજનોના હાથમાં આવતાં પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટયા હતા. કારણ કે બાળકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે પરિવારના સભ્યો તેને મોબાઇલમાં ગેમ રમવાનીના પાડે છે. રમવા નથી દેતા આથી તેને ખોટું લાગતા તે ઘર છોડીને જઇ રહ્યો છે.

ક્યારેય પરત નહીં ફરે તેવું પણ તેને ચિઠ્ઠીમાં લખ્યું હતું. આથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જોકે રૂપિયા હતા હતા સુધી અભિષેકના 7 દિવસ પસાર થયા હતા. જો કે ત્યારબાદ તેને હકીકતનો ખ્યાલ આવ્યો હતો. અંતે બિહારથી ફરી વાપી આવવા નીકળ્યો હતો. જોકે ભૂલથી રાજસ્થાનની ટ્રેનમાં બેસી ગયો હતો.

પોતાનો વહાલસોયો ઘરે આવતા જ પરિવારમાં ખુશીનો માહોલ છે. જોકે આ પરિવાર પર વીતેલી અન્ય પરિવારો પર ન વીતે તે માટે જે બાળકોને મોબાઈલમાં ગેમ રમવાની આદત છે. વધુ સમય મોબાઇલમાં વિતાવે છે. તેવા બાળકોના વાલીઓને પોતાના બાળકની કાળજી કેવા વિનંતી પણ કરી રહ્યા છે. 3ધોરણ 9માં અભ્યાસ કરતો બાળક પોતે સ્વીકારી રહ્યો છે કે તેને lockdown માં સ્કૂલો બંધ થવાથી ઓનલાઇન ક્લાસીસ એટેન્ડ કરતી વખતે જ તેને મોબાઈલ માં ફ્રી ફાયર ગેમ રમવાની આદત પડી હતી. જો કોઈ તેને ગેમ રમતા રોકે તો વાતવાતમાં ગુસ્સે થવાની પણ ગુસ્સે પણ થઈ જતો હતો.

આથી પરિવારજનોએ ગેમ રમવા મોબાઈલ નહીં આપતા આખરે તે ઘરથી ફરાર થઇ ગયો હતો. પ્રથમ તે વાપી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી અને તે વાપી રાજસ્થાન યુપી જેવા રાજ્યોમાં પહોંચી ગયો હતો. મોટાભાગે તે ટિકિટ લીધા વિનાજ ટ્રેનમાં લખનઉ સહિત યુપીના અનેક શહેરો સુધી ફર્યો હતો. જોકે આ દરમિયાન મુશ્કેલીઓ પડતા આખરે તેને અહેસાસ થયો અને તે બાળક આખરે વાપી ઘરે પહોંચી ગયો છે. હવે તેને ઘર પરિવાર અને માતા પિતા નું મહત્વ સમજાયું હોવાનું પોતે જણાવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે lockdown માં શાળાઓ બંધ થવાથી ઓનલાઇન ક્લાસીસ ચાલુ થયા હતા.

જેથી પરિવારના સભ્યોએ મજબૂરીવશ પોતાના બાળકને મોબાઈલ આપવો પડ્યો હતો. જોકે લાંબા સમય સુધી બાળકો મોબાઈલનો ઉપયોગ કર્યા બાદ હવે તેના માઠા પરિણામ પણ સામે આવી રહ્યા છે. બાળકોને ઓનલાઇન ક્લાસીસ એટેન કરતી વખતે મોબાઇલ વાપરવાની અને ગેમ રમવાની લાગેલી લત હવે પરિવાર માટે મુશ્કેલીરૂપ પુરવાર થઇ રહી છે. શિક્ષણવેદોના મતે મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકો ઉપર તેની વિપરિત અસરો પડી રહી છે. આથી શાળાના શિક્ષકોની સાથે પરિવારજનોએ પણ બાળકોની કાળજી રાખવી જરૂરી છે.

મહત્વપૂર્ણ છે કે આજના જમાનામાં મોટા ભાગના પરિવારોમાં મોબાઈલનું ચલણ વધી ગયું છે. બાળકો ઓનલાઇન ક્લાસીસ એટેંન કરવાના બહાને મોબાઈલમાં ગેમ રમવાની આદત લાગી જાય છે. અને વધુમાં વધુ સમય તે મોબાઈલની સાથે જ વિતાવતાં થઈ જાય છે. ત્યારે વાપીનો આ કિસ્સો એવા બાળકો માટે અને એવા પરિવારજનો માટે ચેતવણી સમાન છે. જેમના બાળકો વધુમાં વધુ સમય મોબાઈલ સાથે કે મોબાઈલમાં ગેમ રમવામાં વિતાવે છે. આથી પોતાના બાળકની સાથે સમય વિતાવી અને બાળકોને આવી ખોટી આદત ન લાગે તેની કાળજી રાખવી જરૂરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.