માવા ખાવા વાળા માટે ખાસ / ‘પેલા ખાવ માવા…માવા ખાઈને જાવ નાહવા..’ પુષ્પાનું આવું ગુજરાતી વર્જન તમે નહિ સાંભળ્યું હોય, હસી હસીને બઠ્ઠા વળી જશો : જુઓ વીડિયો

ટોપ ન્યૂઝ ગુજરાત

બોલીવુડમાં ઘણા એવા ગીતો છે જેને ચાહકો ખુબ જ પસંદ કરે છે અને ઘણા ગીતો એવા પણ હોય છે જે વર્ષો વર્ષ સુધી લોકોને ખુબ જ પસંદ આવતા રહે છે અને તેને ગણગણતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય તમારા મનગમતા ગીતનું ગુજરાતી વર્જન સાંભળ્યું છે ? તમે તમારી જાતે જ કોઈ ગીતનું ગુજરાતી વર્જન બનાવો તો તમને પણ હસવું આવી જશે.

હાલ એવા જ બૉલીવુડ અને સાઉથના ગીતોના ગુજરાતી કોમેડી વર્જન એક ગુજરાતી બનાવી રહ્યો છે અને તેના આ વીડિયો લોકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યા છે. આ ગુજરાતીનું નામ છે કટારીયા દેવેન, જે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર આવા વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ રીલમાં પોસ્ટ કરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DEVEN (@katariadeven)

દેવેને લેટેસ્ટ ટ્રેન્ડિગ ચાલી રહેલા ફિલ્મ “પુષ્પા”ના ગીત ઉપર પણ ગુજરાતી વર્જન બનાવ્યું છે, જેમાં પુષ્પા ફિલ્મના ગીત “બલમ સામે”નો સુર અને તાલ પકડીને “જા તું કામે, નિકળ કામે, કારખાને ટિફિન લઈને જાતું કામે !” આ ગીતને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે જેને અત્યાર સુધીમાં એક લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળ્યું છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DEVEN (@katariadeven)

તો દેવેને અન્ય ગીતો ઉપર પણ રીલ બનાવી છે, જેના શબ્દો લોકોને ખુબ જ પસંદ આવે છે. તેને પુષ્પા ફિલ્મના જ બીજા એક ગીત ઉપરથી “હું પહેલા ખાઉં માવા, પછી હું જાઉં ન્હાવા”ના શબ્દો લખીને પણ એક રીલ બનાવી છે. આ રીલને પણ 3 લાખ કરતા વધારે લોકોએ જોઈ છે અને ઘણા લોકોએ લાઈક પણ કરી છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by DEVEN (@katariadeven)

દેવેને ઘણા બૉલીવુડ સોન્ગ ઉપર પણ શાનદાર રીલ બનાવી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ છે. તેને આવા ઘણા ગીતો ઉપર પોતાના શબ્દો મિક્સ કરીને શાનદાર ગુજરાતી વર્જનની રીલ બનાવી છે. ઇન્ટાગ્રામમાં દેવેનને 84 હજાર કરતા પણ વધારે લોકો ફોલો કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.