TRB જવાનની દાદાગીરી / જામનગરમાં TRB જવાને વાહનચાલક સાથે પેહલા બોલાચાલી કરી અને પછી ફડાકો ઝીંકી દીધો : જુઓ વાઇરલ વિડિઓ

જામનગર ટોપ ન્યૂઝ

જામનગર સહિત ગુજરાતના મોટા શહેરમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ જવાનો ઉપરાંત ટ્રાફિક બ્રિગેડ હેઠલ જવાનોની ભરતી કરવામાં આવી છે. આ જવાનો સામે અનેક શહેરોમાં અવારનવાર ફરિયાદો ઉઠતી રહેતી હોય છે. ત્યારે આજે જામનગરમાં એક ટ્રાફિક બ્રિગેડના જવાનની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ( દાદાગીરીનો વિડિઓ નીચે આપેલો છે )

શહેરના નાગનાથ ગેટ પાસે ફરજ બજાવી રહેલા જવાને એક દિવ્યાંગ વાહનચાલક સાથે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી કર્યા બાદ જાહેરમાં ફડાકો ઝીંકી દેતા વાહનચાલકો ચોંકી ઉઠ્યા હતા. કોઈ વાહનચાલકે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલીક જવાનને ફરજ મુક્ત કરી દેવાયો છે.

સોશિયલ મીડિયામાં હાલ જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે જામનગર શહેરના નાગનાથ ગેટ પાસેનો છે. અહીં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાન અને એક દિવ્યાંગ વાહનચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી છે. ત્યારબાદ ગુસ્સે ભરાયેલો ટ્રાફિક બ્રિગેડનો જવાન જોરથી એક ફડાકો ઝીંકતો નજરે પડી રહ્યો છે. ત્યારબાદ અન્ય વાહનચાલકો ઉભા રહી જાય છે અને દિવ્યાંગ વાહનચાલકને કહી રહ્યા છે કે, તેમને વીડિયો બનાવી લીધો છે.

વાઈરલ વીડિયો મામલે દિવ્ય ભાસ્કરે જામનગર ટ્રાફિક વિભાગના PI વાય.જે.વાઘેલા સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, વીડિયો વાઈરલ થયા બાદ જવાનને ફરજમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આ મામલે ફરિયાદી ફરિયાદ કરે ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. TRB જવાનનું નામ દશરથસિંહ વાઢેર હોવાનું જાણવા મળ્યું છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/11/15-jamnagar-trb-javan-dadagiri-bharat_1660233984/mp4/v360.mp4 )

આ બનાવમાં જે વાહનચાલક છે તે દિવ્યાંગ છે. જો વાહનચાલક દ્વારા કાયદાનો ભંગ કરાયો હોય તો TRBના જવાન દ્વારા નિયમ મુજબ વાહનચાલક સામે કાર્યવાહી કરવાની જરુર હતી. તે કરવાના બદલે ગુસ્સે થઈ ફડાકો ઝીંકી દેતા ચકચાર મચી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.