દારૂબંદીવાળા ગુજરાતમાં દારૂનો વરસાદ / ગોવાની પાર્ટી જેવો નજારો ગીર સોમનાથમાં, જુઓ લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકોએ એકબીજા પર દારૂના ફુવારા ઉડાડ્યા : જુઓ દારૂની રેલમછેલનો વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગીર સોમનાથના ઉનામાં દારૂબંધીના ધજાગરા ઊડ્યા છે. ગોવાની પાર્ટી જેવો ઉનાના એક ગામમાં નજારો જોવા મળ્યો છે. ઉનાના કાલાપણ ગામના લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઇને ધમાલ કરતા જોવા મળી રહ્યા છે.

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ દરરોજ રાજ્યમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાઇ રહ્યો છે. એ જોતાં એવું લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ છે. ઉનાના કાલાપણ ગામમાં એક લગ્ન પ્રસંગમાં દારૂનો વરસાદ થતો વીડિયો વાઇરલ થયો છે.

વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક નબીરાઓને જાણે કાયદાનો કોઈ ડર જ ના હોય એમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મૂકીને ટોળે વળી ડાન્સ કરી રહ્યા છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એકબીજા પર અત્તરની જેમ છાંટી રહ્યા છે. આ જોતાં સ્પષ્ટ લાગી રહ્યું છે. આ શખસોને કાયદાનો કોઇ ડર જ નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/21/10-una-daru-vishal1_1645432261/mp4/v360.mp4 )

આ વાઇરલ વીડિયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યુ હતું કે ઉના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે, જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખસની શકમંદ તરીકે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. વીડિયોમાં જોવા મળતાં દૃશ્યોમાં દારૂ છે કે શું એ અંગે પણ તપાસ હાથ ધરી છે. જો દારૂ હશે તો પોલીસ દ્વારા મહેફિલ અને પજેશનનો કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *