હેવાનિયતની હદ વટાવી / હે ભગવાન આ કળિયુગનો અંત ક્યારે આવશે? જુઓ સુરેન્દ્રનગરમાં એક નરાધમે મૃત વાછરડી સાથે એવું કૃત્ય કર્યું કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ ગુજરાત

આજના ઘોર કળિયુગમાં એક પછી એક ચોંકાવનારા કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી ઘૃણાસ્પદ ઘટના બની છે કે આપણે પોતાને માણસ કહેતા શરમ અનુભવીએ છીએ. એક હવસખોર શખસે મૃત વાછરડી સાથે પોતાની હવસ સંતોષી હતી. આ નરાધમે ખુલ્લામાં મૃત વાછરડી(Dead calf) સાથે શખ્સે આચરેલી હેવાનીયત જોઈને લોકો પણ ફફડી ઉઠ્યા હતા. આ બનાવ અંગેનો વીડિયો હાલ માં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર(Surendranagar)ના પાણસીણા(Panasina) ગામમાં આ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગામના ખેતર વિસ્તારમાં મૃત્યુ પામેલી વાછરડી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ નરાધમ શખ્સનું નામ હરેશ ચૌહાણ હોવાનું બહાર આવ્યું છે. આ અંગેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે.

આ સમગ્ર ઘટના દરમિયાન પાણસીણા પોલીસ દ્વારા મોડી રાત્રે હરેશ ચૌહાણ નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આજ સવારે હરેશ ચૌહાણને તેના ઘરેથી અટકાયત કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કાળજું કંપાવી દેતી આ ઘટનાથી જીવ દયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે વાછરડી સાથેના આ કૃત્યથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આ વ્યક્તિને ના કહેવાનું કહી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ શરીર સાથે તો અત્યાર સુધી છેડતી ના બનાવો સામે આવી રહ્યા હતા પરંતુ હવે નરાધમ હવસખોરોએ એટલી હદ વટાવી દીધી છે કે મૃત વાછડીના શરીરને પણ છોડવાનું નામ લેતા નથી. જીવદયા પ્રેમીઓ આ હવસખોરને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.