(અદભુત, અકલ્પનિય, અવિશ્વસનીય) સોશિયલ મીડિયામાં યુવાનને લોકો ‘સ્વદેશી સ્પાઇડરમેન’ ની ઓળખ આપી રહ્યા છે.
જૂનાગઢના ગરવા ગિરનારના ભૈરવ જપ શિખર પર જવાનો કોઈ રસ્તો જ નથી, ત્યાં જવું આસાન નથી. તેમ છતાં એક યુવક કોઈપણ જાતના ટેકા પર શિખર ચઢી-ઊતરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો જોઈ સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે. જોકે હજી સુધી આ યુવકની ઓળખ થઈ શકી નથી. યુવક જ્યારે આ જોખમી ચઢાણ કરી રહ્યો હતો ત્યારે અન્ય પ્રવાસીઓએ આ દૃશ્યો કેમેરામાં કેદ કર્યાં હતાં, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં છે. આ યુવાને જીવના જોખમે કરેલા અખતરા અંગે લોકો તરેહ તરેહની ચર્ચા કરી રહ્યા છે.
આ વાયરલ વીડિયો જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ યુવકની કોઈ પણ પ્રકારની ઓળખ થઈ શકી નથી. યુવક જ્યારે આ પ્રકારનું જોખમી ચઢાણ કરી રહ્યો હતો ત્યારે અન્ય પ્રવાસીઓએ આ દૃશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતાં હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આ યુવાને જીવના જોખમે કરેલા આ પ્રકારના અખતરા અંગે અનેક ચર્ચાઓ થઇ રહી છે.
હાલમાં તો એક-બે દિવસથી સોશિયલ મીડિયામાં જૂનાગઢના ગિરનારનું એક શિખર ચડી રહેલા યુવાનનો વીડિયો સોશિયલ મીડીયામા વાઈરલ થઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના સ્પાઈડર મેન ગણાતા સ્વદેશી યુવાન ગિરનાર પર્વત પર ના કોઈ ડર કે આધાર વગર સડસડાટ ચઢી રહ્યો છે. આ શિખર પર યુવકના ચડવા અને ઊતરવાની સમગ્ર ઘટના કોઈ અન્ય પ્રવાસીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી.
ત્યારે આવા સમયમાં ગિરનાર પર્વતના ભૈરવ શિખર પર ભારે પવનની વચ્ચે એક યુવાન સડસડાટ ચડી જાય છે અને થોડીવાર શિખર પર રહી ફરી પાછો નીચે ઉતરી જાય છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, આ શિખરની બાજુમાં જ હજારો ફૂટ ઊંડી ખાઈ જોવા મળી રહી છે, જેમાં પડી જશે કે ખાબકશે તેવો જરા પણ ડર રાખ્યા વગર યુવાન સડસડાટ ચડી જાય છે અને ઊતરી પણ જાય છે.
હાલ આ વાઈરલ વીડિયોમાં જોખમી સ્ટંટરૂપી શિખર ચઢી ઊતરનાર યુવાન કોણ છે ? ક્યાંનો છે ? એની કોઈ જાણકારી હજુ સુધી સામે આવી નથી, પણ સોશિયલ મીડિયામાં લોકો યુવાનને ઇન્ડિયાનો સ્વદેશી સ્પાઈડર મેન નામ આપી તેના સ્ટંટની ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો રોચક હોવાથી લોકો મોટી સંખ્યામાં નિહાળી રહ્યા છે.
ભૈરવ જપ શિખર પર પ્રવાસીઓને જવાનો રસ્તો જ નથી
જાણવા મળતી વિગત મુજબ, ગિરનારમાં અનેક એવાં શિખરો છે, જ્યાં લોકોને જવા માટે પગથિયાં છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એમાં જે ભૈરવ જપ શિખર જોવા મળી રહ્યું છે, એના પર જવા માટે કોઈ પગથિયાં જ નથી. ત્યાં કોઈ પ્રવાસીઓ જતા પણ નથી. એવા શિખર પર એક યુવક કોઈપણ જાતના ડર રાખ્યા પર ચઢાણ કરી રહ્યો છે એ આશ્ચર્યમાં મૂકનારું છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/24/16-junagadh-girnar-bharat-shaileshnew_1643022257/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!