પિયર જવાની જીદ / સુરતના વરાછા વિસ્તારમાં વહુને પિયર જવાની સાસુએ ના પડતા મૂળ આસામની વહુએ સાસુ સાથે કર્યુ એવું કે જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ સુરત

સુરતના વરાછાની પરિમલ સોસાયટીમાં પાંચ મહિનાના બાળક સાથે પુત્રવધુને તેના પિયર આસામ જવા દેવોનો ઇન્કાર કરનાર સાસુને મોત મળ્યું હતું. સાંભળીને આંચકો લાગ્યો ને.. પણ આ સાચે બન્યું છે. આ ઘટનામાં પુત્રવધુ અને તેના ભાઇએ તકીયા વડે મોઢું અને ગળું દબાવી મોતને ઘાત ઉતારી ઘરને બહારથી તાળું મારી ભાગી ગયા હતા. જો કે પતિને સમય રહેતા સમગ્ર ઘટનાની ગંધ આવી જતાં બંનેને સુરત રેલવે સ્ટેશનથી ઝડપી પાડી માર મારીને વરાછા પોલીસને હવાલે કર્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછાના એલ.એચ. રોડ સ્થિત પરિમલ સોસાયટીના ઘર નં. 59 ના પહેલા માળે રહેતો રત્નકલાકાર સંદીપ ઉર્ફે દેવો જીણાભાઇ સરવૈયા ગત રાતે નાઇટ ડ્યુટીમાં ગયો હતો. અને તેની માતા વિમળાબેન અને પત્ની દિપીકા અને સાળો દિપાંકર દિપક મંડલ ઘરે હતા. પાંચ મહિનાના બાળકને લઇ દિપીકા તેના વતન જવા ઇચ્છતી હતી. પરંતુ સંદીપ અને તેની માતા વિમળાબેન ઇન્કાર કરી રહ્યા હતા. જેથી દિપીકા સાથે છેલ્લા કેટલાક દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના નેસડી ગામનો સંદિપ ઉર્ફ દેવો જીણાભાઈ સરવૈયા હાલમાં વરાછામાં લંબે હનુમાન રોડ પર પરિમલ સોસાયટીમાં રહે છે. સંદિપ રત્ન કલાકાર છે. ચારેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી તેનો પરિચય મૂલ આસામના દિબ્રુગઢની દિપીકા મંડલ સાથે થયો હતો. બંનેને પ્રેમ થતા સંદિપ તે સમયે દિબ્રુગઢ જઈને પાંચ મહિના ત્યાં રહ્યો અને દિપીકા સાથે લગ્ન કર્યા હતા. ત્યાંથી તે દિપીકાને લઈને સુરત આવી રહેવા લાગ્યો હતો. તેને સંતાનમાં એક દીકરો છે.

દિપીકાના બંને ભાઈ દિપાંકર( 20) અને સાત વર્ષનો ભાઈ પણ સુરત આવીને દિપીકાના ઘરે રહેવા લાગ્યા હતા. શનિવારની રાત્રે સંદિપ હીરાના કારખાને નોકરી પર ગયો હતો. સવારે ચારેક વાગ્યે સંદિપના પિતાનો તેમના વતનથી ફોન આવ્યો કે તારી મમ્મીને ફોન કરૂં છુ તે ઉપાડતી નથી. તેથી સંદિપે પણ ઘરે મમ્મીને અને પત્ની દિપીકાને ફોન કર્યા હતા. 25 થી વધુ વખત ફોન કર્યા પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહતો. તેથી સંદિપે ઘર પાસે રહેતા બનેવીને ફોન કરીને ઘરે જઈને તપાસ કરવાનું કહ્યું હતું.

બનેવીએ ઘરે જઈને જોતા ઘર બંધ હતું અને બહારથી દરવાજાને તાળું મરાયું હતું. બનેવીએ સંદિપને આવી જાણ કરતા સંદિપે બનેવીને સુરત રેલવે સ્ટેશને જવા કહ્યું હતું. સંદિપ પણ રેલવે સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર દિપીકા, દિપાંકર અને નાનો ભાઈ મળી આવ્યા હતા.બંનેને લઈને ઘરે આવ્યા હતા. ત્યાં ઘરમાંથી સંદિપની માતા વિમળાબેનની લાશ પડેલી હતી. સંદિપે આરોપી દિપીકા અને દિપાંકર વિરુદ્ધ વરાછા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.

પુત્રવધુ દીપિકાને આ બાબતે પુછતા તણીએ કહ્યું કે, તે તેના ભાઈઓ સાથે દિબ્રુગઢ જવા નીકળી ત્યારે વિમળાબેને જવાની ના પાડી હતી. તેથી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેથી દિપીકા અને દિપાંકરે ગળું દબાવી દીધું હતું. સાસુ પાછળ ન આવે કે કોઈને ફોન ન કરી શકે તે માટે તેમણે સાસુના હાથ-પગ બાંધી દીધા હતા. રૂમને તાળું મારીને તેઓએ હત્યા કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.