અત્યારે જ ખરીદો આટલું સસ્તું સોનુ / સોનુ અને ચાંદીના ભાવ ઘટીને થયા આટલા, જાણો શું છે તમારા શહેરના આજના નવા ભાવ

ટોપ ન્યૂઝ બિઝનેસ

લગ્નની સીઝનમાં સોના- ચાંદીના ભાવમાં આજે શનિવારે ફરી ઘટાડો નોંધાયો છે. ત્યારે જાણો કેટલા ઘટ્યા છે ભાવ.

સોનું 240 રુપિયાના ઘટાડા સાથે 47, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયું : આજે 24 કેરેટ શુદ્ધતા વાળા સોનામાં 240 રુપિયા ઘટીને 47, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે 22 કેરેટ શુદ્ધતાવાળુ સોનું આજે 46, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ ઉપરાંત ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો નજરે પડ્યો છે. આજે ચાંદી કાલની સરખામણીએ 600 રુપિયા ઘટીને 60,900 રુપિયા પર આવી ગઈ છે.

MCX પર સોનું ફેબ્રુઆરી વાયદા 0.46 ટકા ઘટ્યું : આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ફેબ્રુઆરી વાયદા 0.46 ટકા ઘટ્યું છે. આ ઘટાડા બાદ સોનાનું 48080 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે ચાંદીની કિંમતોમાં આજે મોટો ઘટાડો નજરે પડી રહ્યો છે. આજે ચાંદી 1.20 ટકા ઘટાડા સાથે 60,000 રુપિયા પર આવી ગઈ છે.

રેકોર્ડ કિંમતથી લગભગ 7490 રુપિયા સસ્તું થયું : ગત વર્ષ ઓગસ્ટના મહિનામાં સોનાના ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોચી ગયુ હતુ. ઓગસ્ટ 2020માં સોનાના ભાવમાં 55, 400 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતુ. જો આપણે આજે સોનાના ઓલ ટાઈમ હાઈ રેટની સરખામણી કરીએ તો સોનું પોતાના રેકોર્ડ સ્તરથી લગભગ 7490 રુપિયા સસ્તું છે.

24 અને 22 કેરેટ સોનાના ભાવ જુઓ : દિલ્હીમાં આજે 24 કેરેટ શુદ્ધતાવાલા સોનાના ભાવ 51, 430 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. ત્યારે 22 કેરેટ વાળા સોનાના ભાવ રાષ્ટ્રીય રાજધાનીમાં 47, 150 રુપિયા શુદ્ધતા વાળા સોનાના ભાવ આર્થિક રાજધાનીમાં 46, 910 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે.

ચાંદીના ભાવ ઓછા થઈને 62,111 રુપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયા : ગત વર્ષ ઓગસ્ટના મહિનામાં સોનાના ભાવ પોતાના ઓલ ટાઈમ હાઈ રેટ પર પહોચી ગયુ હતુ. ઓગસ્ટ 2020માં સોનાના ભાવમાં 55, 400 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતુ. જો આપણે આજે સોનાના ઓલ ટાઈમ હાઈ રેટની સરખામણી કરીએ તો સોનું પોતાનાા રેકોર્ડ સ્તરથી લગભગ 8500 રુપિયા સસ્તું છે.

જાણો ઘર બેઠા મિસ કોલ કરી કઈ રીતે જાણી શકાય સોનાના ભાવ : ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

સોનાની આ રીતે ચેક કરો શુદ્ધતા : તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.