લૂંટારૂઓ CCTVમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી
શહેરમાં લુંટ(Robbery)ના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. ત્યારે હવે શહેરના મહીધરપુરા(Mahidharpura) વિસ્તારમાં મોટી લુંટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહિધરપુરા કંસાર શેરીમાં આ લુંટની ઘટના સામે આવી છે. જેમાં સોનાના વેપારી પાસેથી અંદાજે 1 કરોડ રોકડ રકમની લુંટ(1 crore cash robbery) થઇ હોવાની માહિતી સામે આવી રહી છે.
આ સમગ્ર લુંટ અંગેનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. ત્રણ લુટારુઓ આશરે સોનાના વેપારી પાસેથી એક કરોડ રૂપિયા લુંટીને ફરાર થઇ જાય છે. આ પ્રકારની લુંટની ઘટના સામે આવતા હવે પોલીસે પણ સતર્કતા દાખવી જોઈએ.
સીસીટીવી વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ત્રણ લુંટારુઓ નંબર પ્લેટ વગરની ગાડીમાં એક કરોડની રકમ લૂટીને જઈ રહ્યા છે. હાલમાં પોલીસે આ સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. 48 કલાકમાં સુરતમાં એક હત્યાનો કે લુંટ ગુનો દાખલ થતો હોય છે. હવે વધુ એક લુંટનો બનાવ બનતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
હથિયાર બતાવી લૂંટ
મોપેડ પર આવેલા ત્રણ યુવકો તેમના ચહેરા પર માસ્ક બાંધ્યા હતાં. પાછળ બેઠેલાએ ચહેરો ન દેખાય તે માટે લાંબો રૂમાલ પણ બાંધ્યો હતો. લૂંટારૂઓએ ચપ્પુ જેવું હથિયાર બતાવીને થેલો લૂંટી લીધો હતો. બાદમાં વેપારીએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.સાથે જ લૂંટની ફરિયાદ નોધવાની સાથે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
કરોડથી વધુની લૂંટ થઈ હોવાનું સામે આવતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. એસીપી, બી. એમ. વસાવાએ જણાવ્યું હતું કે,લૂંટ થયાનો કોલ મળ્યો હતો. તેની તપાસ ચાલુ છે. લૂંટમાં શું લૂંટાયું તે અંગે મૌન સેવતા વસાવાએ ઉમેર્યું કે, હાલ ફરિયાદ નોધવાની કામગીરી ચાલે છે. ક્યા વેપારી હતા અને થેલામાં શું હતું તે અંગેની તપાસ ચાલુ છે.
રોકડ રૂપિયા હતા-સૂત્રો
પોલીસ સૂત્રો કહે છે કે, એક સોની લગભગ દોઢ કરોડના સોનાની ડિલિવરી આપી રોકડ રૂપિયા લઈ ઓફિસે જવા નીકળ્યો હતો. ત્યારે કંસારા શેરીમાંથી પસાર થતી વખતે બાઇક સવાર ઈસમોએ આતરી ચપ્પીની અણીએ રૂપિયા ભરેલું બેગ લઈ ભાગી ગયા હતાં. ભરબપોરે બનેલી ઘટનાની જાણ લગભગ પોલીસને સાંજે 4 વાગે થતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. હાલ મહિધરપુરા પોલીસ કંસારા શેરીમાં સ્થળ તપાસ કરી લૂંટારૂઓનું પગેરું શોધી રહી છે. જ્યારે બીજી બાજુ ડીસીપીના અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની ફરિયાદ લઈ રહ્યા છે.
ચપ્પુનું કવર હાથમાં હતું-પ્રત્યક્ષદર્શી
લૂંટની ઘટનાને નજરે જોનાર ગિરીશભાઈ પારેખએ જણાવ્યું હતું કે,મોપેડ પર આવેલા ત્રણ શખ્સો ઝપાઝપી કરી રહ્યા હતા. વેપારીને ચપ્પુ બતાવી થેલો લૂંટી લીધો હતો. ગણતરીની સેકેન્ડમાં લૂંટારૂઓ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. ચપ્પુનું કવર પણ લૂંટારુઓના હાથમાં હતું.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : http://src=”https://videos.bhaskarassets.com/2022/01/06/37-surat-loot-pankaj_1641477380/mp4/v360.mp4″ )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!