ગુજરાતમાં સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે, છતાં આજ દિન સુધી દારૂને લઈને કોઈ યોગ્ય નિર્ણય લાદવામાં આવ્યો નથી. રોજબરોજ રાજ્યમાંથી સેકડોનો દારૂ ઝડપાઈ રહ્યો છે. સાથે જ અવારનવાર રાજ્યમાંથી દારૂબંધી નાબૂદ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવતા રહે છે. ( નશેડીનો વિડિઓ નીચે આપેલો છે )
Rajkot માં પણ છેલ્લા એક અઠવાડિયાથી આવા બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટના હરિહર ચોકમાં એક નશેડીએ ભાન ભૂલી ગામ માથે લીધું હતું. દિન દહાડે દારૂ પીને જાહેર રસ્તા પર વિફરેલા સાંઢની માફક હરકતો કરવા લાગ્યો હતો. દારૂના નશામાં સામેથી આવતી કારને અટકાવી બોનેટ પર મુક્કો માર્યો હતો, અને કારચાલક ને ગાળો ભાંડી હતી.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક યુવક નશામાં ચુર ચુર થઈને લથડીયા ખાતો ખાતો રસ્તા પર આવી પહોંચે છે, અને સામેથી આવતી કારને અટકાવી કારના બોનેટ પર મુક્કો મારે છે, અને કારચાલક ને ગાળો ભાંડે છે. (વિડિઓ નીચે આપેલો છે )
ત્યારબાદ એક વ્યક્તિ આવીને આ નસેડીને એક બાજુ લઈ જાય છે. હવે તો દારૂબંધી માત્ર કાગળ પર હોય, એ વાત જગ જાહેર થઈ ગઈ છે. કારણ કે રાજ્યના ખૂણે ખૂણે છૂટથી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પ્યાસીઓ બિન્દાસ થઈને દારૂની છોળો ઉડાવતા રોજબરોજ નજરે ચડી રહ્યા છે.
આટલું જ નહીં ઘણા નસેડીઓ હતો દારૂના નશામાં લોકોને હેરાન પણ કરી રહ્યા છે. છતાં શહેરના પોલીસ અધિકારીઓ દારૂબંધીનું કડક પાલન થવાનું વાતો કરી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતમાં ગયા રવિવારે આ વિસ્તારમાં વધુ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં નસેડી નશામાં દૂધ થઈને રસ્તા પર જતી કાર અટકાવી ગાળો ભાંડતો કેમેરામાં કેદ થયો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )
જાણવા મળ્યું છે કે, જે જગ્યાએ આ ઘટના બની તેના 100 મીટર દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. આ નસેડીએ એક કારને ઉભી રખાવી કારના બોનેટ પર મુક્કા માર્યા, આટલું જ નહીં નસેડીએ પોલીસને ગાળો પણ ભાંડી… આટલું બધું થવા છતાં આ નસેડીને ટપારવાની કોઈ હિંમત કરી શક્યું નહોતું. નશામાં ધૂત આ વ્યક્તિ બેફામ થયો હતો.
જે જગ્યાએ આ ઘટના બની ત્યાંથી થોડેક દૂર પોલીસ સ્ટેશન છે, છતાં પોલીસને આ વાતને કાનો કાન ખબર પણ નહોતી. આતો ઘટના સ્થળે ઊભેલા કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ કરી લીધો. અને વિડીયો વાયરલ થતાં નિંદ્રામાંથી જાગી પોલીસ આ નશાખોર ને શોધવા નીકળી.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!