જેલમુક્ત પછી પેહલો પ્રહાર પાટીલ ભાઉ પર / ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવીએ ‘સી.આર. પાટીલ’ અને ભાજપના નેતાઓ પર એવા એવા કટાક્ષ કહી પ્રહારો કર્યા : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

અમદાવાદની સભામાં ઇટાલિયા અને ઇસુદાને ભાજપને પડકાર્યો

“ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તો રહ્યા મરાઠી એટલે ગુજરાતની સંસ્કૃતિની તેમને ક્યાં ખબર હોય. પાટીલ મરાઠી છે અને ગુજરાત ભાજપના નેતાઓ તેમને નેતા માને છે તો માને…પણ મરાઠીને વળી ગુજરાતની સંસ્કૃતિ ક્યાંથી સમજાય.. પાટીલ ક્યાં ગુજરાતી છે. આ તો મૂળ ગુજરાત ભાજપના નેતાઓ નમાલા છે એટલે સી.આર.ને નેતા બનાવ્યા છે..” આ શબ્દો છે આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાતના નેતા ઇસુદાન ગઢવીના જે તેમણે જેલમાંથી છૂટ્યા બાદ નરોડામાં એક સભામાં કહ્યા હતા.

‘અમને પણ લાકડી ઉઠાવતા આવડે છે, પણ અમારી ખાનદાની છે’
ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ બાદ ઇસુદાન ઉપરાંત AAPના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સહિત 55 નેતાઓ અને કાર્યકરો 11 દિવસ જેલમાં રહ્યા હતા. આજે 12માં દિવસે જેલમાંથી છૂટ્યા બાદ ‘AAP’ના નેતાઓએ નરોડા ખાતે મેવાડા ફાર્મમાં સભા કરી હતી. આ સભામાં ઇસુદાને ભાજપને ટાંકીને એવું પણ કહ્યું હતું કે, અમને પણ લાકડી ઉઠાવતા આવડે છે, પણ અમારી ખાનદાની છે, બાકી તમારા બાપની તાકાત નથી કે અમારી સામે નજર ઉઠાવી શકો. તમે કહો છો ઇસુદાને નશો કર્યો પણ ઇસુદાન નશામાં હોય તો તમારે પહેલા રાજીનામું આપવું પડે કારણ કે ગુજરાતમાં દારુ તો વેચાતો જ નથી.

‘અત્યારના ચોરો ભાગબટાઈ માટે કમલમમાં બેસે છે’ જ્યારે ઇટાલિયાએ પણ હૂંકાર કરતા જણાવ્યું હતું કે, કમલમનું નામ બદલીને ચોરચપાટમ કરી દેવું જોઈએ કારણ કે આખા ગુજરાતના ચોરચપાટાઓ, પેપર ફોડવાવાળા, ખનિજચોરો, માફિયાઓ બધાના બોસ તો કમલમમાં બેસે છે. અહીં જ તો બધાની ભાગબટાઈ નક્કી થાય છે. પહેલાના વખતમાં ચોરો ચોરી કર્યા પછી ભાગબટાઈ માટે એક નક્કી કરેલી જગ્યાએ બેસતા હતા અને અત્યારના ચોરો ભાગબટાઈ માટે કમલમમાં બેસે છે.

ભાજપ બધા કમલમ બહાર પોલીસ બેસાડી દે, ગમે તે ઝપટે ચઢશેઃ ઇટાલિયા
ઇટાલિયાએ ઉમેર્યું હતું કે, અમે આ 12 દિવસ જેલમાં રહીને બીજું આંદોલન જેલમાંથી નક્કી કરી લીધું છે. અગાઉ જે રીતે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર વિલાયત ભણવા જતા અને પછી ભારત આવતા, તેમ અમે પણ સાબરમતી જેલમાં 12 દિવસનો ડિપ્લોમા કોર્સ કર્યો છે. હવે અમારે ડિગ્રી કોર્સ કરવાનો છે માટે ભાજપના નેતાઓને કહી દઈએ કે બધા જિલ્લાના કમલમની બહાર પોલીસ બેસાડી દેજો. અમારું કાંઈ નક્કી નહીં, કયા જિલ્લાનું કમલમ ઝપટે ચઢી જાય કારણ કે અમે તો મજબૂત ક્રાંતિકારી આંદોલન કરીશું.

કેટલાક લોકો મને ભગવાનની જેમ માને છે, મારા ચાહક છે : ઇસુદાને એમ પણ કહ્યું હતું કે, કેટલાક લોકો મને ભગવાનની જેમ માને છે, મારા ચાહક છે. હું તો મા મોગલને માનું છું અને બાધા છે અમે તો દારુને હાથ પણ ન અડાડીએ… પણ આ ભાજપના તમારા વાનરબિલ્લાઓથી થોડું મારે ડરવાનું… અમારી આગળ તો તમારા ચણામમરા પણ ન આવે. અમે આજે જેલમાં ગયા છીએ કાલે ગોળી ખાવાની પણ અમારી તૈયારી છે અને ખાઈશું. ભાજપના નેતાઓ જ પેપર ફોડે છે તો તેમાં રહેલા ભાજપના કાર્યકરો કેમ પાર્ટી છોડતા નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/31/gopal-italiya_1640951153/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.