રખડતા ઢોરનો ત્રાસ / એક બાજુ સરકારે રખડતા પશુઓનું બિલ સ્થગિત કર્યુ ને બીજી બાજુ રખડતી ગાયે પિતા-પુત્રીને શિંગડે ભરાવીને કર્યું એવું કે જાણીને તમે કહેશો સરકારે બિલ ખોટું રદ કર્યુ

ગુજરાત

ગુજરાતમાં રસ્તાઓ પર રખડતા ઢોરે અત્યાર સુધી ઘણા લોકોના જીવ પણ લઈ લીધા છે. ત્યારે રાજ્ય સરકાર વિધાનસભામાં રખડતા પશુઓ અંગે એક બિલ લાવી હતી. પરંતુ આ બિલ આવવાની સાથે રાજ્યભરના માલધારી સમાજે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. માલધારી સમાજ દ્વારા આ બિલને પરત લેવાની માંગ કરવામાં આવી રહી હતી.

માલધારી સમાજની વિવિધ રજૂઆતોને જોતા રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના મંત્રી અને પ્રવક્તા જિતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી છે. સરકારે ભલે બિલ લાવવાનું પ્લાનિંગ સ્થગિત કર્યું, પણ હવે રખડતા ઢોરોનું શું અને તેમના આંતકનું શું? શું ગુજરાતના નાગરિકોને ક્યારેય રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્તિ નહિ મળે? એક તરફ સરકારે બિલ લાવવાનુ પ્લાનિંગ રદ કર્યું, ને બીજી બાજુ અમદાવાદમાં રખડતી ગાયે બાઈક પર જતા પિતા-પુત્રને અડફેટે લીધા હતા.

શહેરના જશોદાનગર વિસ્તારમાં ગીતાંજલિ સ્કૂલ પાસે આવેલા ગીતાનગરમાં રહેતા રમેશચંદ્ર કોષ્ટિ તેમની પાંચ વરસની દીકરીને લઈને બાઈક પર સોસાયટીની બહાર જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તે રખડતી બેથી ત્રણ ગાયમાં એક ગાય સોસાયટીની અંદર આવી હતી અને એની પાછળ દોડી પાછળથી તેમને અડફેટે લીધા હતા, જેને કારણે બંને પિતા-પુત્રી નીચે પટકાયાં હતાં.

ગાયે તેમને પાછળથી એવા અડફેટમાં લીધા હતા કે બંને પિતા-પુત્રી ફંગોળાઇને નીચે પટકાયાં હતાં. આ ઘટનાને કારણે સોસાયટીના લોકો ભેગા થઇ ગયા હતા અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયાં હતાં. રમેશચંદ્ર કોષ્ટિને પગના ભાગે ફેક્ચર થયું હતું, જ્યારે તેમની પુત્રી પ્રાચીને માથાના ભાગે ઇજા થતાં ટાંકા લેવા પડ્યા હતા. રમેશચંદ્રના ભાભી કંચનબેન કોષ્ટિએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા દિયર અને ભત્રીજી બંને બાઈક પર સોસાયટીમાંથી બહાર જતાં હતાં ત્યારે ગાયે તેમને અડફેટે લીધાં હતાં.

આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. ઢોરને કારણે અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થયાનો આ એક જ કિસ્સો નથી, પરંતુ અવારનવાર આવા કિસ્સા બને છે. રસ્તે રખડતાં ઢોરને કારણે અકસ્માત થાય છે. જોકે નાની-નાની ઘટનાઓને કોઈ ધ્યાનમાં નથી લેતું અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પણ રખડતાં ઢોરને પકડવામાં નિષ્ફળ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.