હિજાબ વિવાદ / કર્ણાટકથી શરુ થયેલા હિજાબ વિવાદ પર હાઇકોર્ટમાં સરકાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જાણો હાઇકોર્ટે શું આદેશ કર્યો

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

ર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી થઈ હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યુ કે, હિજાબ ઇસ્લામનો જરૂરી ભાગ નથી. મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીથી સતત મોટી બેંચ આ મામલા પર સુનાવણી કરી રહી છે. આ પહેલાં કોર્ટમાં વિદ્યાર્થિનીઓ તરફથી હિજાબના પક્ષમાં દલીલો આપવામાં આવી હતી.

હિજાબ પર પ્રતિબંધ કુરાન પર પ્રતિબંધ લગાવવા સમાન
હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં ગુરૂવારે એક નવી અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું કે, હિજાબ પર પ્રતિબંધ કુરાન પર પ્રતિબંધ લગાવવા સમાન છે. મહત્વનું છે કે હિજાબ પર વિવાદ ડિસેમ્બરથી ચાલી રહ્યો છે. કર્ણાટકના ઉડુપી જિલ્લાની વિદ્યાર્થિનીઓએ હિજાબને લઈને અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે હાલ કોઈપણ ધાર્મિક પ્રતિક પહેરીને સ્કૂલ જવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.

આ પહેલાં થયેલી સુનાવણી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં કહ્યું હતું કે શુક્રવાર અને પવિત્ર મહિના રમજાન દરમિયાન તેમને હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.