નોકરીમાં કૌભાંડ કે કૌભાંડમાં નોકરી / સરકારી ભરતી બહાર પડે અને કૌભાંડ ના હોય તો તો પછી ગુજરાત જ ના કહેવાય? જુઓ વધુ એક કૌભાંડ બહાર આવ્યું

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાત સરકારમાં ચાલી રહેલી વિવિધ ભરતીઓમાં લોકોને નોકરી લગાવવાની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરતાં શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે 4 આરોપીઓ સામે ફરિયાદ નોંધી 2 આરોપીઓની અટકાયત કરી છે. આ લોકો વધુ કોઈ ભરતી કૌભાંડમાં સામેલ છે કે નહીં તે અંગેની તપાસ આદરી છે.

ગુજરાતમાં કેટલાય સમયથી ભરતી કૌંભાંડ સામે આવી રહ્યા છે જેને લઈને સરકાર કડક બની છે. તો બીજી તરફ વિવિધ સરકારી ભરતીઓમાં નોકરી લગાડવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવતી ગેંગોને ઝડપી પાડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે બનાસકાંઠા પોલીસ આવા તત્વોને પકડવા માટે વોચમાં હતી.

ત્યારે પોલીસને થરાદના મહેન્દ્રસિંહ પઢીયારને અમુક લોકો આવનારી વિવિધ ભરતીઓમાં પૈસાથી સેટિંગ કરાવીને પાસ કરાવવાની વાત કરી હતી. જેથી એક જાગૃત નાગરિક તરીકે તેણે આ બાબતની પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આ બાબતે 2 આરોપીઓની અકાયત કરી હતી. જેમાં એક ઝડપાયેલ આરોપી પાલનપુરના પેડાગડા ગામનો વતની કીર્તિ પરમાર 2018માં સરકારી શિક્ષકની ભરતીમાં છેતરપીંડી કરવામાં સંડોવાયેલો હૉવાથી પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી.

માસ્ટર માઈન્ડ કીર્તિ પરમાર કોઈપણ જાતની પરીક્ષા આપ્યા વગર તેમાં પાસ કરવવા એકાદ વર્ષ અગાઉ અલગ-અલગ સરકારી ભરતીમાં ડીસા તાલુકાના પ્રકાશભાઈ ચોધરીને પાસ કરાવવા તેના સહ આરોપીઓ ભરત ચોધરી અને રાજેશ ચોધરી સાથે મળીને પ્રકાશભાઈ પાસેથી 5,20,000 રૂપિયાની રકમ પડાવી હતી. જેમાંથી 1 લાખ રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને મેળવી હતી. જેમાંથી તેમને પ્રકાશ ચોધરીને અઢી લાખ રૂપિયા પાછા આપ્યા ન હોવાનું સામે આવ્યું હતું.

તેમજ આ આરોપીઓ અન્ય આવનાર ભરતીઓમાં પણ કોઈને પોતાનો શિકાર બનાવવાની ફિરાકમાં હોવાથી પોલીસે ઝડપાયેલા બે આરોપીઓ અને ફરાર એક આરોપી સહિત નોકરી માટે પૈસા આપનાર પ્રકાશ ચોધરી સહિત 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી ભરતીમાં લોકોને નોકરીની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરતાં 4 લોકો સામે ફરિયાદ નોંધી 2 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ…
(1) કીર્તિભાઈ બાબુભાઇ પરમાર-રહે પેડાગડા ,તા-પાલનપુર -મુખ્ય આરોપી
(2) ભરતભાઇ વાસ્તાભાઈ ચોધરી -રહે વીંછીવાડી ,તા -ધાનેરા -સહ આરોપી
(3) રાજેશભાઈ ચોધરી,રહે મજાદર, તા -વડગામ-સહ આરોપી
(4) પ્રકાશભાઈ ઈશ્વરભાઈ ચોધરી ,રહે પેછડાલ,તા-ડીસા-નોકરીની માટે પૈસા આપનાર


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.