મોટી બવાલ / ગોવિંદાની દુશ્મનોની લિસ્ટમાં સામેલ છે દિગ્ગજ લોકો, એક્ટરને કહી દીધું હતુ “તું ગટરનો કીડો…”

ટોપ ન્યૂઝ બોલિવૂડ

પોતાની દમદાર એક્ટિંગ અને ડાન્સ માટે જાણીતા ગોવિંદાને તમે હંમેશા ઓનસ્ક્રિન અને ઓફસ્ક્રીન હસતા જ જોયો હશે પરંતુ એક્ટરની લિસ્ટમાં 7 લોકોના નામ સામેલ છે.

  •  ગોવિંદાના સૌથી મોટા દુશ્મન 
  • અપશબ્દો બોલી કર્યુ હતુ અપમાન
  • શાહરુખ ખાન પણ બાકાત નહી 

ડેવિડ ધવન 
ડેવિડ ધવન અને ગોવિંદાની ગણતરી બોલીવૂડની બેસ્ટ એક્ટર-ડાયરેક્ટરની જોડી તરીકે થાય છે પરંતુ એક ફિલ્મમાં ગોવિંદાની જગ્યાએ ઋષિ કપૂરને કાસ્ટ કરવા પર ગોવિંદા અને ડેવિડ વચ્ચેના સંબંધો વણસ્યા હતા.

કરન જોહર 
કરન જોહરને લઇને ગોવિંદાએ કહ્યું હતુ કે તે દેખાડો કરે છે કે સારો વ્યક્તિ છે પરંતુ તે ડેવિડ કરતા વધુ ખતરનાક છે.

કૃષ્ણા અભિષેક 
પોતાના જ ભાણિયા કૃષ્ણા અભિષેક સાથે ગોવિંદાના વણસેલા સંબંધો વિશે દરેકને ખબર છે પરંતુ હજુ સુધી બંને વચ્ચે સંબંધ વણસવાનું કારણ શું છે તે સામે આવ્યું નથી.

શાહરૂખ ખાન 
વર્ષો પહેલા શાહરુખ ખાને ખુલ્લેઆમ કહ્યું હતુ કે, જેવી એક્ટિંગ તે કરે છે તેવી ગોવિંદા નહી કરી શકે. બાદમાં પોતાની ભૂલ સમજાતા ગોવિંદાની માફી પણ માગી હતી

અમરીશ પુરી 
એક ફિલ્મની શૂટિંગ દરમિયાન ગોવિંદા અને અમરીશ પુરી વચ્ચે બોલાચાલી થઇ ગઇ અને ગુસ્સામાં અમરીશે ગોવિંદાને ગટરનો કીડો કહી દીધો અને એક તમાચો ચોડી દીધો હતો.

સંજય દત્ત 
સંજય અને ગોવિંદાએ સાથી ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ એકવાર સંજય અને છોટા શકીલની ઓડીયો ટેપ વાયરલ થઇ હતી જેમાં સંજયે ગોવિંદાને અપશબ્દો કહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published.