જાણો સરકારનું ટેન્શન કેમ વધ્યું : કેસ ઘટ્યા પણ ગુજરાતના આ જિલ્લાઓમાં આજે પણ પોઝિટિવિટી રેટ ખૂબ ઊંચો

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં કો-રોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં ભયંકર સ્તરે કો-રોના સંક્રમણ હજુ પણ છે તેવા આંકડા સામે આવ્યા છે.

  • ગામડામાં સંક્રમણ વધતાં સરકાર ચિંતામાં
  • ગ્રામ્ય વિસ્તારમાં કો-રોના પોઝિટિવિટી રેટમાં વધારો

મે મહિનામાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ ફેલાયું

ગુજરાત સહિત આખો દેશ કો-રોના વાયરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં વાયરસના કારણે દરરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે જ્યારે હજારો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં પણ એપ્રિલ મહિનામાં 14 હજારથી પણ વધારે કેસ સામે આવ્યા હતા, જોકે મે મહિનાથી કેસમાં ધીમે ધીમે ઘટાડો સામે આવી રહ્યો છે. રાજ્યમાં ઘટતા કેસ વચ્ચે દાવા કરવામાં આવી રહ્યા છે કે ગુજરાતને બીજી લહેરમાંથી રાહત મળી રહી છે પરંતુ આજે પણ ગુજરાતના ગામડાઓમાં પોઝિટીવીટી રેટ ખૂબ જ ચિંતાજનક છે.

ગામડાંઓમાં સંક્રમણ વધતા સરકારની ચિંતા વધી

કો-રોના વાયરસની પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં વાયરસનો કહેર ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વધારે જોવા મળ્યો છે. ગ્રામીણ ઇલાકાઓમાં સુવિધાના અભાવે લોકોએ વધારે પરેશાન થવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં ગુજરાતના શહેરોમાં દૈનિક કેસ ઘટી રહ્યા છે પરંતુ જૂનાગઢ, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર જેવા જિલ્લામાં પોઝિટીવીટી રેટ આજે પણ ખૂબ જ વધારે છે જે ચિંતાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *