અમદાવાદ હાઈવે પર થયો ગોઝારો અકસ્માત, જુઓ ટ્રક અને બસની ધડાકાભેર ટક્કર થતા થયું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબડીના જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

જેમાં બસમાં અંદાજે 40 જેટલા લોકો સવાર હતા. જેમાં 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા 4 જેટલી 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતના બનાવો સામે આવતા રહેતા હોય છે.

જેને કારણે અનેક લોકો અકાળે અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે લીંબડી અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ મુસાફરો ઇગંભીર રીતે ઘાયલ થયા હતા. એવી માહિતી સામે આવી રહી છે કે, આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઇ પણ જાનહાનિ થઇ નહોંતી.

ઉલ્લેખનીય છે કે, જેમાં પ્રાથમિક તપાસમાં જૂનાગઢથી અમદાવાદ તરફ ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લીંબડીના જનશાળી ગામના પાટિયા નજીક ઉભેલી બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં અકસ્માતને લઈને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય જવા પામ્યા હતા. મળતી માહિતી અનુસાર, જે બસમાં સવાર અંદાજે 40 લોકો સવાર હતા. જેમાં 10થી વધુ મુસાફરોને ગંભીર ઈજા પહોચતા 4 જેટલી 108 એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

આ ગોઝારા અકસ્માતની ઘટનાબાદ મોટી સંખ્યામાં લોકો અકસ્માતના સ્થળે દોડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ દ્વારા તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *