ખાડા દૂર કરવા 7 વર્ષની બાળકીની અપીલ / VIDEO: CMને કહ્યું દાદાજી રસ્તા પર ખાડા બહુ છે, જો તમારી પાસે બજેટ નો હોઈ તો મારી….

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કર્ણાટકની એક બાળકીએ મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈને પોતાની પોકેટમની ઓફર કરી છે. જેના દ્વારા બાળકીએ મુખ્યમંત્રીને બેંગ્લોરના રસ્તા પર પડેલા ખાડાની મરામત કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, બાળકીની માતા બે વર્ષ પહેલાં રસ્તા પર પડેલા ખાડાને કારણે દુર્ઘટનાનો શિકાર થઇ હતી. જેમાં તેની માતાનો એક પગ તૂટી ગયો હતો. 7 વર્ષની બાળકીએ વીડિયો બનાવી મુખ્યમંત્રીને પોતાની પોકેટમની આપી છે.

  • બાળકીએ મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈને પોતાની પોકેટમની ઓફર કરી
  • બેંગ્લોરના રસ્તા પર પડેલા ખાડાની મરામત કરવાની અપીલ કરી
  • રસ્તા પરના ખાડાને કારણે કેટલાંય લોકો ગુમાવે છે જીવ
  • વિદ્યાર્થીનીએ મુખ્યમંત્રીને કરી અપીલ

એક જાણીતી વેબસાઈટના રિપોર્ટ મુજબ, વીડિયોમાં બાળકીએ સીએમ બોમ્મઈને તાતા કહીને સંબોધન કર્યુ છે. કન્નડમાં ગ્રાન્ડ ફાધરને Taata કહે છે. બીજા ધોરણમાં ભણતી ધવની એન. હગ્ગનહલ્લી સરકારી શાળાની વિદ્યાર્થીની છે અને તેના પિતા તુમકુરૂ જિલ્લાના તિપતુરમાં કન્સ્ટ્રક્શન મજૂર છે. ધવનીએ સીએમને આ અપીલ પશ્ચિમી બેંગલુરૂમાં થયેલી એક દુર્ઘટના બાદ કરી છે. જેમાં 65 વર્ષીય એક દિવ્યાંગ વ્યક્તિનું મોત થયુ હતુ. રસ્તા પર પડેલા ખાડાના કારણે દિવ્યાંગ વ્યક્તિનું ત્રણ પૈડાવાળી ગાડી પલટી મારી હતી અને પછી વ્યક્તિનું મોત થયુ હતુ.

રાહદારીઓ કેવી ગંભીર દુર્ઘટનાનો સામનો કરી રહ્યાં છે?
રસ્તા પર પડેલા ખાડાને કારણે જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે પોતાની સંવેદના દર્શાવતા ધવનીએ કહ્યું, દાદાજી, મહેરબાની કરી જણાવશો કે આ લોકોના મોત બાદ તેના પરિવારો દુ:ખમાંથી કેવીરીતે બહાર આવશે? બે વર્ષ પહેલાં ધવનીની માતા રેખા નવીનનો પણ માર્ગ દુર્ઘટનામાં પગ ભાંગી ગયો હતો. રેખાએ કહ્યું, તે વખતે ધવની બાળકી હતી અને તે સ્થિતિની ગંભીરતાને સમજી શકે તેટલી તેનામાં સમજણશક્તિ ન હતી. પરંતુ હવે તે મોટી થઈ રહી છે તો જુએ છે કે કેવીરીતે તેના મિત્રો અને તેના પરિવારના લોકો ગંભીર દુર્ઘટનાનો સામનો કરી રહ્યાં છે.

માતાની મદદથી બનાવ્યો વીડિયો
તાજેતરમાં ધવનીએ એક અન્ય દેશનો વીડિયો જોયો હતો, જેમાં એક બાળકી રસ્તા પર પડેલા ખાડાનું પુરાણ કરી રહી હતી. ત્યારબાદ તેણે પોતાના માતા-પિતા રેખા અને નવીનકુમારને કહ્યું કે તેણે પણ આવુ કરવુ છે. બેંગ્લોરની વાત કરીએ તો રસ્તા પર ખૂબ ખાડા પડેલા છે. તેથી રેખાએ પોતાની પુત્રીને કહ્યું કે મુખ્યમંત્રીને આ વાતની ભલામણ કરે કે રસ્તા પર પડેલા ખાડાનું વહેલામાં વહેલી તકે પુરાણ કરવામાં આવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.