નવો વળાંક / કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત ATSએ વધુ 3 આરોપીઓની ધરપકડ કરી, જુઓ એવા એવા કારસ્તાન કર્યા છે કે પોલીસ નહિ છોડે

ટોપ ન્યૂઝ ગુજરાત

કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકોની ધરપકડ

કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમે આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં બે મૌલાના સહિત કુલ 10 લોકોની ધરપકડ થઈ છે. આજે ઝડપાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓએ કિશનના હત્યારા શબ્બીરને હથિયાર આપવામાં મદદ કરી હતી જ્યારે એકે ભાગવામાં મદદ કરી હતી. હાલમાં ગુજરાત ATS આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.

આ પહેલા 7 શખ્સની ધરપકડ થઈ ચુકી છે
કિશન ભરવાડ મર્ડર કેસમાં આ પહેલા શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ 7લોકોની ધરપકડ થઈ ચૂકી હતી.

ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.

મૌલાના 6 મહિનામાં ઘણીવાર ગુજરાત આવ્યો
ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતનાં અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. હત્યાના ષડયંત્રમાં વધુ મૌલવીઓનાં નામ આવી શકે છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતા મૌલાના કમર ગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે.

આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા મળીને કુલ 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ ઉપરાંત મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદનની ધરપકડ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.