BIG NEWS / ગુજરાત ATS એ મોડી રાતે મોટું ઓપરેશન પાર પાડ્યું, દિલ્હીમાંથી મધરાતે એક મૌલવીને ઉઠાવ્યો, જુઓ કરતો હતો આવા કારસ્તાન

ગુજરાત ટોપ ન્યૂઝ

ધંધુકાના કિશન ભરવાડની હત્યાના તાર હવે અન્ય રાજ્યો સુધી લંબાયા છે. ધંધુકા હત્યા કેસમાં વધુ એક મૌલવીની અટકાયત કરાઈ છે. ગુજરાત ATS ની ટીમે દિલ્હથી મૌલાનાની અટકાયત કરી છે, અને તેને દિલ્હીથી ગુજરાત લઈને આવા માટે રવાના થઈ છે. બીજી તરફ, ધંધૂકામાં યુવકની હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે બોટાદનું બરવાળા અને આણંદના તારાપુરમાં હિંદુ સમાજે બંધનું એલાન આપ્યુ છે.

કમરગની ઝેરીલા ભાષણો માટે કુખ્યાત
ધંધૂકાના કિશર ભરવાડ હત્યા કેસમાં મૂળ ઉત્તરપ્રદેશના મૌલવીની સંડોવણી બહાર આવી છે. ગુજરાત ATS મોડી રાતે મોટું ઓપરેશન પાર પાડ્યુ છે. ગુજરાત ATSની ટીમે મધરાતે દિલ્હીમાંથી મૌલવીને ઉઠાવ્યો છે. દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માનીને ATS ની ટીમે ઉઠાવ્યો છે. કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનનો સ્થાપક છે. ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં પણ આ મૌલાના 21 દિવસ જેલમા રહ્યો હતો. મૌલાના ઝેરીલા ભાષણ અને ઉશ્કેરણી માટે કુખ્યાત છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરે છે. હજુ પણ અડધો ડઝન મૌલાનાઓ એજન્સીઓની રડારમાં છે. મૌલાના કમરગની ઉસ્માની ઉત્તરપ્રદેશના બારાબાંકીનો છે.

ધંધુકા કિશન ભરવાડની હત્યા મામલે તપાસ તેજ બની છે. પોલીસની તપાસમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યુ કે, અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા. માઈન્ડ વોશ કરી આરોપીઓને ભડકાવવામાં આવ્યા હતી. જેમાં 4 મૌલવીઓની સંડોવણી પણ સામે આવી છે. ગુજરાત ATS દ્વારા આ મામલે વધુ ખુલાસાઓ કરવામા આવશે.

બરવાળા અને તારાપુર ગામ બંધ
ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યાછે. આજે બોટાદનુ બરવાળા ગામ સજ્જડ બંધ છે. ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ બંધને સમર્થન આપ્યુ છે. તો બીજી તરફ આણંદના તારાપુર ગામમાં પણ બંધ પાળવામા આવ્યો છે. આરોપીને કડક સજા તે માંગ સાથે ગ્રામજનોએ બંધ પાળ્યો છે.

કિશન ભરવાડની હત્યા કેસમાં રોજે રોજ નહી પણ દર કલાકે નવા ખુલાસા થઈ રહ્યાં છે. અગાઉ બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ પછી અમદાવાદના એક મૌલાનાને પણ મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીઓની પુછપરછમાં એ સામે આવ્યુ કે કિશનની હત્યા પાછળ દેશ સાથે ગદ્દારી કરનાર આ મૌલાના છે. જેમના ભડકાઉ ભાષણોથી આરોપી પ્રેરિત થયા હતા.

તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન.. એટલે કે, TLP.. આ એ સંગઠન છે જેમનો સીધો સંબંધ કિશન ભરવાડની હત્યા સાથે છે. આ એ સંગઠન છે જેનો વડો હતો ખાદિમ હુસૈન રિઝવી.. અને આ એ સંગઠન છે જેમને જન્મ તો ISIએ આપ્યો હતો પરંતુ એક સમયે ઈમરાનની ખુરશી માટે ખતરો બની ગયું હતું.

ધંધૂકામાં માલધારી યુવકની હત્યાની ઘટના સામે આક્રોશ ગુજરાતના એક એક જિલ્લા અને એક એક તાલુકામાં પ્રસરતો જઈ રહ્યો છે.. આ આક્રોશ માત્ર એક હત્યા સામે નહીં પરંતુ ધાર્મિક કટ્ટરપંથીનું દુષણ ફેલાવનારાઓ એવા તત્વો સામે છે જે ધર્મના નામે હિંસા પસંદ કરે છે.
ગઈકાલે જ આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટે 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી હતી. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ મુદ્દામાલ કબ્જે કર્યા હતા.

ગૃહમંત્રીના આદેશ બાદ તપાસ ATSને સોંપાઈ
​​​​​કિશન ભરવાડની હત્યાનો મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. એવામાં ATS હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે તપાસ કરશે. આ અંગે ATSના DySP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે.

કિશન ભરવાડની હત્યા કેસમાં 6ની ધરપકડ
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં રાજકોટ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો છે. જ્યારે ગઈકાલે સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સમગ્ર બનાવ શું હતો?
મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *