આ ક્યારે સુધરશે? / પાકિસ્તાન પોલીસને કારણે ગુજરાત બદનામ થઈ ગયું, જુઓ બુરખાની ઘટનાથી થયું એવું કે જાણીને તમે પણ માથું ખંજવાળશો

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતના એક પોલીસ સ્ટેશનના સમાચાર ચારેકોર ચર્ચાઈ ગયા. ગેરકાયદે હથિયાર તથા ડ્રગ્સની હેરાફેરીમાં એક મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી. જેમાં મહિલા આરોપીને પકડ્યા બાદ તેમની તસવીરો લેવાની થઈ. પરંતુ તેના માટે મહિલા કોન્સ્ટેબલ ન હતી. તેથી એક પુરુષ કોન્સ્ટેબલને બુરખો પહેરાવીને મહિલા બનાવી દેવાઈ અને પછી તસવીર લેવામાં આવી.

આ ઘટનાની ચારેતરફ હાંસી વળી. ગુજરાતનુ નામ બદનામ થઈ ગયું. તેની તસવીર વાયરલ થતા જ ગુજરાત બદનામ થઈ ગયું. પણ, આ ખબર વાયરલ થયા જ કન્ફ્યુઝન થઈ ગયું. કારણ કે, આ ઘટના ગુજરાતની છે, અને ગુજરાતની નથી પણ. કારણ કે, અહી જે ગુજરાતની વાત કરવામા આવી છે, તે ભારતનુ ગુજરાત નહિ, પરંતુ પાકિસ્તાનનુ ગુજરાત છે.

વાંચીને કન્ફ્યૂઝ થઈ જવાય તેવા આ સમાચાર છે. જે રીતે ભારતમાં ગુજરાત રાજ્ય આવેલુ છે, તે જ રીતે પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં પણ ગુજરાત નામનો એક જિલ્લો છે. જ્યાં ગેરકાયદેસર હથિયાર અને ડ્રગ્સના કેસમાં એક મહિલા અને બે આરોપી પકડાયા હતા. પાકિસ્તાનમાં પણ આરોપીની ધરપકડ બાદ ફોટો પાડવાનો નિયમ છે.

પરંતુ આ સમયે મહિલા કોન્સ્ટેબલ જ ગાયબ હતી. મહિલા કોન્સ્ટેબલ ગાયબ હોય ત્યારે મહિલા આરોપી સાથે ફોટો કેવી રીતે પડાય. આવામાં ભેજાબાદ પોલીસ કર્મચારીઓએ નવુ ગતકડું કાઢ્યું. તેમણે એક પુરુષ કોન્સ્ટેબલને હિજાબ પહેરાવી દીધો અને ફોટો પડાવવા ઊભા રહી જવા કહ્યું અને ફોટો પાડી દીધો.

તસવીર પડી ગઈ, પણ જોતજોતામાં વાયરલ થઈ ગઈ. પોલીસનુ ભોપાળું સામે આવ્યુ, અને પાકિસ્તાની પોલીસ હાંસીનુ કેન્દ્ર બની. એક તરફ પાકિસ્તાન પોલીસની આબરુ તો ગઈ, પણ બીજુ બાજુ ગુજરાત બદનામ થઈ ગયું. કારણ કે, ગુજરાતમાં આવી કોઈ ઘટના બની નથી. છતાં ગુજરાતનુ નામ આવતા જ ચર્ચા ઉઠી હતી.

આ ઘટનાથી પાકિસ્તાન પોલીસની ભારે મજાક ઉડી છે. મહિલા કોન્સ્ટેબલ મેટરનિટી લીવ પર ગઈ હતી, જેથી પુરુષને મહિલા બનાવીને ઉભો રખાયો હતો. બુરખો પહેરવાથી દાઢી-મૂંછ ભલે ઢંકાઈ જાય, પણ છતા લોકોને ખબર પડી ગઈ કે બુરખામાં મહિલા નથી, પણ પુરુષ છે. જોકે, આ ઘટના વાયરલ થતા જ અધિકારી દ્વારા પીએસઓને સસ્પેન્ડ કરી દેવાય હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.