જનતાના પૈસાનું પાણી / શું ગુજરાત સરકાર શોખીનોના શોખ પુરા કરવા ખોટ ખાઈ શરુ કરશે સી પ્લેન? જાણો કઈ રીતે સરકાર ચાલુ કરશે સી પ્લેન

ગુજરાત

ગુજરાત સરકાર વધુ એક નુકસાનનો સોદો કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર ફરી એક વખત ચૂંટણી પહેલા સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સુધીનું સી પ્લેન ચાલુ કરવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 2019 ની સામાન્ય ચૂંટણી અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ થી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સર્વિસ શરૂ કરવામાં આવી હતી.

જે થોડા મહિના ચાલીને જ બંધ કરી દેવાઈ હતી. શરૂઆતમાં આ પ્રેમની સર્વિસની તમામ વ્યવસ્થા અને જવાબદારી કેન્દ્ર સરકાર હસ્તક હતી. ભૂતકાળમાં રાજ્ય સરકાર દ્વારા સી પ્લેન બાબતે કોઈ જવાબદારી લેવામાં આવી નહોતી, પરંતુ આ સી plane સુવિધા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ત્યારે લોકો તરફથી ફરીથી સી પ્લેન ની સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી હતી.

જેને પગલે ગુજરાત સરકારે હવે ફરી એકવાર આ સુવિધા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સુવિધાના ભાગરૂપે ડિસેમ્બર મહિનામાં સુવિધા શરૂ કરવા માટે જેન્ડર નું કામ શરૂ કરાયું હતું. જેમાં ત્રણ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા અને આ ત્રણમાંથી સૌથી સસ્તા ભાવ આપનારી કંપની ને sea plane ઉડાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કંપની સાથે ત્રણ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. તેવી માહિતી સામે આવી છે.

મળતી જાણકારી અનુસાર આવનારા જુન મહિના સુધીમાં આ સી પ્લેન શરુ થશે. જે અઠવાડિયાના છ દિવસ ઉડાન ભરશે અને ગુજરાત સરકારને માલિકીની કંપની ગુજસેલ (gujsail) દ્વારા ટિકિટનો દર પણ નક્કી કરવામાં આવ્યો છે. આ ટિકિટનો દર મુસાફર દીઠ 4999 રૂપિયા રહેશે અને સી પ્લેન તેમજ સ્ટાફ અને કામગીરીની તમામ જવાબદારી ખાનગી કંપનીએ કરવાની રહેશે. તેમજ ટીકીટ ની તમામ આવક કંપનીએ ગુજરાત સરકારની કંપનીને આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે સી પ્લેન ચલાવવાનો ખર્ચ મહિને 1.65 કરોડ નો અંદાજવામાં આવ્યો છે. જ્યારે ટિકિટ ને લઈને મહત્તમ આવક માત્ર ૪૬ લાખ રૂપિયાની જ થઈ શકે એમ છે. ત્યારે બીજી રકમ વાયએબિલીટી ફંડિંગ એમાઉન્ટ VGF તરીકે 82.80 લાખ રૂપિયા કંપનીને સરકાર તરફથી મળશે. આમ એકંદરે SEAPLANE ગુજરાત સરકારને ઘરના રૂપિયા નાખી ને જ ચલાવવું પડશે તે વાત નકારી શકાય નહીં.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.