મહિલાઓ મુંજાઈ / જુઓ વધતીજતી મોંઘવારીના મામલે ગુજરાતની ગૃહિણીઓની સરકારને વિનંતી, સરકારને કહ્યું એવું કે જાણીને તમે પણ ચોંકી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

રોજે રોજ ચીજ વસ્તુના ભાવો આસમાને પોહોચ્યાં છે અને સામન્ય લોકોને માટે જીવન દુષ્કર બની ગયું છે, રોજે રોજ વધતાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવો ને લઈને ગૃહિણી માટે તો ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને હવે ગૃહિણીઓ પણ સરકારને ભાવ વધારા મુદ્દે ભાવ ઘટાડવાની માંગ કરી રહી છે.

આવામાં આજે સિંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. 40 રૂપિયાના ભાવવધારા સાથે અમદાવાદમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ત્રણ હજારે પહોંચ્યો છે. મગફળીનું ઉત્પાદન 50 ટકા વધવા છતા તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેથી લોકો હવે કંટાળ્યા છે.

આજે દિવસેને દિવસે ઘર માટેની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ભાવોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. તેલના ડબ્બાનો ભાવ આજે 3 હજારને પાર થઈ ગયા છે. સાથે સાથે શાકભાજીના ભાવ પણ આસમાને છે, ત્યારે ગૃહિણીઓ માટે ઘર ચાલાવું મુશ્કેલ બની ગયું છે. જ્યારે ગેસના ભાવ પણ આજે આસમાન આંબી રહ્યા છે.

જેને લઈને સામાન્ય પરિવાર માટે તો જીવવું મુશ્કેલ બની ગયું છે. રોજે રોજ વધી રહેલ ભાવોને લઈને ઘરનું મહિનાનું બજેટ વિખેરાઈ ગયું છે. હાલ એક ઘરનું મહિનાનું બજેટ બે ગણું વધી ગયું છે. હાલ ગૃહિણીની ઓમ એક જ ફરિયાદ જોવા મળી રહી છે કે સામાન્ય રીતે ઘર ચાલવવા માટે મહિનાનું 10 હજારથી વધીને 25 હજારથી પણ વધારેનો ખર્ચ થઈ રહ્યો છે. તો પણ ઘરમાં ખેંચ વરતાઈ રહી છે.

આ મોંઘવારીમાં ઘરના બાળકોના અભ્યાસ અને શિક્ષણનો ખર્ચ પણ વધી રહ્યો છે. જેને લઈને ઘરની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે ગૃહિણીઓ પણ હવે સરકારને વિનંતી કરી રહી છે કે રોજે રોજે વધતાં ભાવોને કાબુમાં લે.

આજે ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં ફરી 40 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2940 રૂપિયાએ પહોંચ્યો છે. અમદાવાદમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયા પાર થઈ ગયો છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, મગફળીનું ઉત્પાદન 50 ટકા વધ્યુ છતાં સિંગતેલમાં ભાવવધારો જોવા મળ્યો છે.

નવી મગફળી બજારમાં આવ્યા બાદ ભાવમાં આંશિક ઘટાડાની શક્યતા છે. આજની પરિસ્થતિમાં વધી રહેલ ભાવોને લઈને સામાન્ય ઘર માટે ઘર ચલાવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ઘરમાં હવે દરેક સભ્ય કામ કરે તેવી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે ગૃહિણીઓ પણ સરકારને વિનંતી કરી રહી છે કે, ગૃહિણીઓને પણ કામ કરવું છે તો તેના માટે રોજગાર ઊભો કરે.

જેથી ગૃહિણીઓ પણ વધુ આવક ઊભી કરીને ઘર ચલાવવા માટે મદદ કરે. વધુ આવક ઊભી કરવા માટે ગૃહિણીઓ પણ હવે સરકાર પાસે કામની માંગ કરી રહી છે.

પ્રવર્તમાન મોંઘવારીની પરિસ્થતિને લઈને ઘરના દરેક સભ્ય કામ કરે તે સમયની જરૂરિયાત છે. જે માટે સરકાર પણ નવી રોજગારી ઊભી કરે તે જરૂરી છે. સાથે સાથે સામાન્ય પરિવાર માટે મોંઘવારી કાબુમાં આવે તેવા પગલાં લે તે પણ જરૂરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.