BREAKING NEWS / ગુજરાત પોલીસનું “ગ્રેડ પે” આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું એલાન કર્યું

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત પોલીસને ગ્રેડ પે વધારવા માટે સરકાર સામે બાંયો ચઢાવી છે, તેઓ છેલ્લા કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં એક આંદોલન કરી રહ્યા છે. પરંતુ હવે પોલીસના ગ્રેડ પે ના મુદ્દા ઉપર પોલીસ સ્ટાફ અને તેમનો પરિવારજનો મેદાનમાં આવી ગયા છે. આજે ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી પર હાજર છે અને તેઓ પોતાના પરિવાર સાથે ગ્રેડ પે માટે લડત આપી રહ્યો છે. પોલીસ સ્ટાફ અને તેમનો પરિવાર તેમના રક્ષણ માટે આવ્યા હોવાની વાત કરી રહ્યો છે. ધીમેધીમે પોલીસ ગ્રેડ પે આંદોલન ગાંધીનગરમાં વેગ પકડી રહ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસ આંદોલનને રાજકીય સપોર્ટ પણ મળ્યો છે, જેના કારણે ઉપવાસ છાવણી પર અનેક રાજકીય કાર્યકરો હાજર રહીને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો ઉત્સાહ વધારી રહ્યા છે.

પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે આંદોલનને લઈને ગૃહમંત્રી હર્ષસંધવીએ જણાવ્યું કે સરકાર દરેક મુદ્દે અભ્યાસ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો સરકાર અભ્યાસ કરતી હોય છે.

  • પોલીસ કર્મીઓના આંદોલન મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું મોટું નિવેદન
  • પોલીસ કર્મીઓની માંગણી પર અભ્યાસ થઈ રહ્યો છે: ગૃહરાજ્યમંત્રી
  • યોગ્ય રજૂઆત પર સરકાર અભ્યાસ કરે છે: ગૃહરાજ્યમંત્રી

રાજ્યમાં પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પે ને લઈને આંદોલન કરી રહ્યા છે. જે મામલે હવે ગૃહ રાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. ગ્રેડ પે ને લઈે પોલીસ કર્મચારીઓ જે આંદોલન કરી રહ્યા છે. તે મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર તેમની માગણી પર અભ્યાસ કરી રહી છે.

આગામી સમયમાં લેવાશે નિર્ણય
સાથેજ ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે આગામી સમયમનાં પોલીસ કર્મચારીઓની માગંણીને લઈને નિર્ણય લેવામાં આવશે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે કોઈપણ વિષય પર યોગ્ય રીતે જો રજૂઆત કરવામાં આવે તો તેનો અભ્યાસ સરકાર દ્વારા કરવામાં આવે છે. જેથી હવે આ મામલે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

વિવિધ પાસાઓની થશે તપાસ
ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસ કર્મીઓની જે પણ માગ છે તે અંગે તેઓ વિવિધ પાસાઓની તપાસ કરશે. જે તપાસ બાદ તેઓ આગળ નિર્ણય લેવાના છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓ તેમના ગ્રેડ પે ની માગણી કરી રહ્યા છે. જેમા તેઓ આંદોલન પણ કરી રહ્યા છે. જેથી આ મામલે આજે ગૃહરાજ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ કર્મીઓના આંદોલનને લઈને ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે તેઓ કોઈપણ વિષયને હકારાત્મક રીતે વિચારીએ છે. ત્યારબાદ તેના પર નિર્ણય લેવામાં આવે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં હવે પોલીસ કર્મીઓના ગ્રેડ પે ને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. જેમાં પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શક્યતા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે અનેક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. જેમાં કેટલાક રાજકીય નેતાઓ, સામાજિક સંસ્થાઓ તેમજ કાર્યકરો પણ પોલીસને સમર્થન આપી રહ્યા હતા. પરંતુ આજે આ આંદોલન ખુલ્લા મેદાનમાં આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસના રજા પગાર, ગ્રેડ પે અને કામના ચોક્કસ કલાકો વગેરે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગ્રેડ પેને અંગે પોલીસ વિભાગમાં શરૂ થયેલો સળવળાટ હવે મોટું સ્વરૂપ લેશે કે કેમ તે આગામી સમય દર્શાવી શકે છે. આજે પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી પર હાજર છે અને તેમના પરિવારજનો પણ તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે, સોશિયલ મીડિયા ઉપર પણ એવી ટિપ્પણી કરવામાં આવી હતી કે, પોલીસ કર્મચારી એક પણ રજા વિના ફરજ બજાવે છે. તેમ છતા પોલીસ વિભાગ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેવી પોસ્ટ વાયરલ થતાં તેને કાબૂમાં કરવા માટે તેમજ પોલીસને સોશિયલ મીડિયાની આચારસંહિતાનો અમલ કરાવવા માટે પરિપત્રનું શસ્ત્ર ઉગામાયું હતું.તમને જણાવી દઈએ કે, પોલીસમાં કોન્સ્ટેબલ માટે 2800, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને એએસઆઈ માટે 4400 પે ગ્રેડની માંગણી કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસ ગ્રેડ-પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી શરૂ થયેલા આંદોલન પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યું છે. ત્યારે ગઈકાલે બાપુનગર પોલીસ જમાદાર સચિવાલય પર ધરણા પણ બેઠા પછી તેની અટકાયત થતાં રાજય પોલીસ કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. જેનાં પગલે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ પડતર માંગણીઓને લઈ પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા ધરણાં શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતભરમાંથી આંદોલનકારી પોલીસ કર્મચારીઓ જૂથમાં ગાંધીનગર તરફ આવી રહ્યાં છે તે જોતા સાંજ સુધીમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. જેનાં સમર્થનમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અપક્ષ ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

  • પડતર માંગણીઓને લઈ પોલીસ કર્મચારીઓ આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં
  • આમ આદમી પાર્ટી પણ ધરણામાં જોડાઈ
  • જીજ્ઞેશ મેવાણી અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો પણ આંદોલનને ટેકો

સોશિયલ મિડિયા માધ્યમથી ચાલતું આંદોલન હવે સત્યાગ્રહ છાવણી સુધી પહોંચ્યું
રાજ્ય પોલીસ કર્મચારીઓ ગ્રેડ-પે મુદ્દે સરકાર સામે લડતનાં મંડાણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અત્યાર સુધી સોશિયલ મિડિયા માધ્યમથી ચાલતું આંદોલન હવે સત્યાગ્રહ છાવણી સુધી પહોંચી ગયું છે. ગઈકાલે પોલીસનો ગ્રેડ-પે વધારાને લઇને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ માંગ કરી છે. જેણે સચિવાલય ખાતે પોતાની નોકરીની પૂરી કરી પ્રતિબંધિત એરિયામાં ધરણા કર્યા હતા. અને પોલીસ દોડતી થઇ ગઈ હતી. બાદમાં ઉચ્ચ કક્ષાએથી આદેશો મળતા મને કમને પણ ફરજના ભાગરૂપે હાર્દિકની અટકાયત કરી એલસીબી કચેરી લઈ જવાયો હતો. જેનાં પગલે પોલીસના ધાડેધાડાં એલસીબી કચેરી ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતિ દેખાતાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને એલસીબી કચેરી ખાતે પહોંચી જવા માટે આદેશો પણ વહેતા કરવામાં આવ્યા હતા. જે બાદ હાર્દિકને છોડી મુકવામાં આવ્યો હતો.

પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની વાત
પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાં મળતો પોલીસનો ગ્રેડ પે 4200 જ્યારે પગાર 9 હજાર 300થી 34 હજાર 800 છે. ગુજરાત રાજ્યમાં મળતો ગ્રેડ પે 1800 અને પગાર 5200થી 20 હજાર 200 છે. પોલીસ કોન્સ્ટેબલનો 2800 ગ્રેડ-પે થાય છે. હેડ કોન્સ્ટેબલનો 3600નો ગ્રેડ-પે થાય છે. ASIનો 4,200 નો ગ્રેડ-પે થાય છે. આ ઉપરાંત, અંગ્રેજોના સમયથી રૂપિયા 20 સાઇકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે.

પોલીસ કર્મચારીઓના પરિવારજનો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા
વર્ષોથી પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે સવારથી પોલીસ કર્મચારીઓના પરિવારજનો સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેસી ગયા છે. જેમના સમર્થનમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ ચૂકી છે. જ્યાં પોલીસ કર્મચારીઓ પણ ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે. સાથો સાથ મહિલા પોલીસ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જાણવા મળ્યા મુજબ રાજયના અન્ય શહેરોમાંથી પણ પોલીસ કર્મચારીઓ પરિવાર સાથે ગાંધીનગર આવવા માટે રવાના થયા છે.

પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસ કર્મીઓના આંદોલનને લઈને ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે તેઓ કોઈપણ વિષયને હકારાત્મક રીતે વિચારીએ છે. ત્યારબાદ તેના પર નિર્ણય લેવામાં આવે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં હવે પોલીસ કર્મીઓના ગ્રેડ પે ને લઈને સરકાર જાહેરાત કરી શકે છે. જેમાં પોલીસ કર્મીઓની માગ પૂરી થવાની શક્યતા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.