રાજ્ય સરકારનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય / હાઈવે પર અકસ્માત રોકવા માટે ગુજરાત સરકારે કર્યું આ મોટું કામ, આ કામ થી આફતના સમયે લોકોના જીવ હવે બચાવી શકાશે

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત સરકારે અકસ્માતોને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. જેમા રાજ્યમાં સરકાર દ્વારા અકસ્માત રોકવા કુલ 42 વાહનોને પેટ્રોલિંગ તરીકે ફળવવામાં આવ્યા છે. આ વાહનો તમામ સુવિધાઓથી સજ્જ છે.

અકસ્માત રોકવા માટે સરકારાનો નવતર પ્રયોગ, 42 હાઈવે પેટ્રોલ વાહનોનું ગૃહરાજ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું, અમદાવાદ શહેરને કુલ 4 પેટ્રોલ વાહન ફાળવવામાં આવ્યા

ગૃહ વિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર ૪૮ વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા ૪૨ હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજરોજ ગાંધીનગર ખાતેથી રાજય ગૃહ મંત્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે.

ઓવરસ્પિડને કારણે થતા અકસ્માકતો રોકાશે
વાહનોનું પ્રસ્થાન કરાવી રાજય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા સારુ અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આવી ૪૮ વાનનું આજે વિવિધ જિલ્લાને સુપ્રત કરવામાં આવી છે. તેમજ વાહન અકસ્માતમાં ધણા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે. તેમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી કે કાપી નાખી ઇજાગ્રસ્તને બહાર કાઢવા અને કુદરતી આફતોના સમયે નાગરિકોને ઉપયોગી બની રહે તેવી હાઇવે પેટ્રોલ ૪૨ વાહન પણ વિવિધ શહેર- જિલ્લામાં આપવામાં આવ્યા છે.

અગામી સમયમાં 1100 વાહનો ફાળવવામાં આવશે
વધુમાં ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે , આગામી સમયમાં પોલીસ વિભાગને વધુ સજ્જ બનાવવા માટે વિવિધ સુવિધા સાથેના ૧૧૦૦ જેટલા વિવિધ , ટુવ્હીલર અને અન્ય વાહનોની જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલી ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની ડિઝાઇનીંગમાં હાઇક્વોલેટીની રિફલેક્ટીવ સલામતિ સ્ટ્રીપ્સ અને સાઇનેઝ અને ગુજરાત પોલીસના લોગ સાથે તૈયાર કરવામાં આવી છે.

વાહન અતિ આધુનિક લેસરસ્પીડ ગનથી સજ્જ
જે વાન સરકાર દ્વારા આપવામાં આવશે તેમા અતિ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક અને ફર્સ્ટ એઇડ બોક્ષ વગેરે લગાડવામાં આવ્યા છે. આ વાન દ્વારા ઓવર સ્પીડથી જતા વાહનોને અંકુશમાં લેવાનો છે. ઇન્ટરસેપ્ટર વાન ઇનોવામાં તૈયાર કરવામાં આવી છે. આ ૪૮ ઇન્ટરસેપ્ટર વાનની અને અંદર ગોઠવણી કરવામાં આવેલા ટેકનોલોજી સજ્જ સાધનો સાથે કુલ કિંમત રૂપિયા ૧૦ કરોડ ૪૬ લાખથી વધુની થાય છે.

અમદાવાદને 4 વાહનો ફાળવવાંમાં આવ્યા
આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરને ૪, સુરત શહેરને ૩, રાજકોટ શહેરને ૨, વડોદરા શહેરને ૨ તથા જિલ્લાઓમાં એક- એક મળી કુલ- ૪૮ ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરવામાં આવી છે. હાઇવે પેટ્રોલ વાહન શહેર અને જિલ્લામાં આવેલા મુખ્ય ધોરીમાર્ગો ઉપર પ્રેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ તરીકે કામ કરશે. આ વાહન થકી વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તને વ્યક્તિને બહાર કાઢવા અને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરશે.

42 હાઈવે પેટ્રોલ વાહનની ફાળવણી કરવામાં આવી
સમગ્ર રાજયમાં શહેર અને જિલ્લા યુનિટને એક- એક એ રીતે કુલ ૪૨ હાઇવે પેટ્રોલ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. ૪૨ હાઇવે પેટ્રોલ વાન કુલ રૂપિયા ૬ કરોડ ૫૬ લાખથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. હાઇવે પેટ્રોલ વાહનમાં હાઇડ્રોલીક રેસ્કયુ કીટ, સ્ટ્રેચર, પોર્ટેબલ ઇમરજન્સી લાઇટની બેગ, ઇલેકટ્રીક મોટર સાથે સ્ટીલ રસ્સી, હાઇડ્રોલિક જેક, વુડ કટર, માઇક અને સાયરન સાથે રૂફ લાઇટબાર અને પીએ સિસ્ટમ, પીટીઝેટ કેમેરા ડે- નાઇટ, અગ્નિશામક, રિચાર્જેબલ ટોર્ચ, ફર્સ્ટ એઇડ બોક્ષ, એલીડી મોનિટર, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકોર્ડર અને રીઅર કેમેરા જેવી સુવિધાથી સજ્જ બનાવવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.