કોણ મારશે મેદાન / 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામશે ચતુષ્કોણીય જંગ? આ રાજકીય પક્ષનું પલડું છે ભારે

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાવાની છે પરંતુ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

  • 2022 ચતુષ્કોર્ણિય જંગ?
  • ભાજપ, કોંગ્રેસ, AAP મેદાને
  • ઓવૈસીની AIMIM પણ છે જંગમાં

2022ની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે..જેના કારણે જંગ ત્રિપાંખિયો બની રહેવાનો છે. આ સાથે 2022માં ઓવૈસીની પાર્ટી AIMIM પણ ચૂંટણી લડવાને છે જેના કારણે આ જંગ રસપ્રદ ચોક્કસ બની રહેશે.

ઔવેસીની પાર્ટીને કારણે સીધો ફાયદો ભાજપને

નિષ્ણાંત હાલ આગાહી કરી રહ્યા છે કે ઔવેસીની પાર્ટીને કારણે સીધો ફાયદો ભાજપને થશે. જ્યારે આમ આદમી પાર્ટી ભાજપના શહેરી મતદારો પર કાપ મુકી શકે છે. જો કે તમામ રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે કે સત્તા તો ભાજપ પાસે જળવાઈ રહેશે. જો કે બેઠકમાં ઉલટ ફેર ચોક્કસ થઈ શકે છે.

ઔવેસીની પાર્ટીને કારણે સીધો ફાયદો ભાજપને

નિષ્ણાંત હાલ આગાહી કરી રહ્યા છે કે ઔવેસીની પાર્ટીને કારણે સીધો ફાયદો ભાજપને થશે. જ્યારે આમ આદમી પાર્ટી ભાજપના શહેરી મતદારો પર કાપ મુકી શકે છે. જો કે તમામ રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે કે સત્તા તો ભાજપ પાસે જળવાઈ રહેશે. જો કે બેઠકમાં ઉલટ ફેર ચોક્કસ થઈ શકે છે.

ગુજરાત વિધાનસભાની વર્ષ 2017 માં યોજાયેલ ચૂંટણી માં બીજેપી ને 99 બેઠકો જયારે કોંગ્રેસ ને 77 બેઠકો પ્રાપ્ત થઇ હતી કોંગ્રેસ માટે સત્તા હાથવેંત છેટું રહી ગઈ હતી.

ગુજરાત વિધાનસભા ની વર્ષ 2017 માં યોજાયેલ કોંગ્રેસ બીજેપી ને મળેલ મતોની ટકાવારીની વાત કરીએ બીજેપી ને 1,47,24,427 તો સાથે 49.1 ટકા જયારે કોંગ્રેસ ને  1,24,38,937 સાથે 41.4% મતો પ્રાપ્ત થયા હતા 5 લાખ મતદારો એ નોટા નો વિકલ્પ પસંદ કર્યો હતો. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાત વિધાનસભા ની વર્ષ 2012 યોજાયેલ ચૂંટણી માં બીજેપીને 47.9 ટકા મતો મળ્યા હતા એ વખતે બીજેપી ને 115 બેઠકો પ્રાપ્ત થઇ હતી. જયારે વર્ષ 2017 માં મતોની ટકાવારી વધી હોવા છતાં બીજેપી ની 16 જેટલી બેઠકો ઘટી હતી. કોંગ્રેસના વોટ શેર ની વાત કરી એ 38.9 ટકા વર્ષ 2012 માં વોટ શેર હતો જેમાં વધારો થઇ ને 41.4 ટકા થયો કોંગ્રેસ ને 3.5 ટકા વોટ શેર વધતા 16 બેઠકો વધી જયારે બીજેપી નો વોટ શેર વધ્યો હોવા છતાં 16 બેઠકો માં ધટાડો થયો મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાત માં પાટીદાર અનામત આંદોલન દલિત આંદોલન અને ઓબીસી આંદોલન થવા ને કારણે બીજેપીની હિન્દુત્વ ,વિકાસ સહીત ની થિયરી ને ધક્કો પહોંચ્યો.

સામાજિક રીતે વહેંચાઈ ગયો જેની સીધી મતદાન પેટર્ન પર પડી ને બીજેપી ને 16 બેઠકો નું નુકશાન સહન કરવું પડ્યું 

હવે જયારે ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ને દોઢ વર્ષ બાકી છે ત્યારે અત્યાર થી જ ગુજરાત ની રાજનીતિ માં કાવાદાવા શરૂ થઇ ગયા છે..બીજેપી કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી અને ઓવેસી ની પાર્ટી પણ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી જંગ માં ઝંપલાવવા ની જાહેરાત કરી છે.જેનાથી બીજેપી ને ફાયદો થશે કે કોંગ્રેસ ને થશે તેને લઈ રાજકીય ગણતરી માંડવામાં આવી રહી છે..રાજકીય વિશ્લેષક દિલીપ ગોહેલ ના મત મુજબ વર્ષ 2022 માં ઓવેસીને કારણે બીજેપીને સીધો ફાયદો થશે જેને કારણે બીજેપી ગુજરાત માં સત્તા જાળવી રાખવામાં સફળ થશે..કોંગ્રેસ ની મતબેન્ક ગણાતી આદિજાતિ મુસ્લિમ અને અનુસૂચિત જાતિના મતોમાં વિભાજન થવાને લીધે કોંગ્રેસ ની બેઠકો માં ધટાડો થશે.

Leave a Reply

Your email address will not be published.