આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે.આ મુલાકાત બાદ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરીયાનું નામ ચર્ચામાં
દોઢેક મહિના પહેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી પડે રાજસ્થાનના મંત્રી ડો રઘુ શર્માની વરણી કરવામાં આવી હતી.ડો શર્માના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં નવી સંજીવની ફૂંકાવાની વાતને વેગ મળ્યો હતો. સમગ્ર ગુજરાતની નજર નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર હતી.પરંતુ દિલ્હી દરબારમાં મેરેથોન બેઠકો પછી પણ કોકડું હજુ વણઉકલ્યું રહ્યું છે. છેલ્લા 15 દિવસથી ટૂંક સમયમાં મળશે નવા પ્રમુખની વાત પણ હવે જૂની થઇ ગઈ છે.ત્યારે વધુ એક વખત ટૂંક સમયનો હવાલો અપાયો છે. આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે તો દિપક બાબરિયાએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાતોનો દોર શરુ કરતા નવા પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરીયા હોવાની શક્યતાઓ વહેતી થઈ છે. દિલ્લીમાં રઘુ શર્માની રાહુલ ગાંધી સાથે લાંબા સમય સુધી ચાલી બેઠક ચાલી હતી અને આ બેઠકમાં કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડો.રઘુ શર્માના પ્રભારી થતા જ દિલ્હીમાં લગભગ 26 કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવાઈ હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી,અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગુજરાતના પ્રભારી પદે કેટલાક નામ વહેતા થયા હતા. જેમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ,જગદીશ ઠાકોર, શૈલેશ પરમાર સહિતના નામ ચર્ચાવા લાગ્યા હતા. કોંગ્રેસની ગલીમાં ચર્ચાતા આ એક પણ નામનો કથિત ટૂંક સમયમાં ઘટસ્ફોટ નહોતો થયો. હવે જ્યારે દીપક બાબરીયાનું નામ આવ્યું છે ત્યારે, કેટલા દિવસમાં નામ જાહેર થાય છે કે આ જ નામ રહેશે તેના પર અટકળોનો દોર શરુ થયો છે.
ઉલ્લેખનીય છે કે, ડીસેમ્બરના ત્રીજા સપ્તાહમાં 10 હજજાર કરતા વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તો 2022માં વિધાનસભા ચૂંટણી.એટલે પ્રદેશ પ્રમુખનો આ કાંટાળો તાજ બંને ચૂટણીઓમાં ‘કસોટીની એરણે’ ચડશે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રાજીવ સાતવનું માત્ર 47 વર્ષની વયે નિધન થતા, પ્રભારી પદ ખાલી રહ્યું હતું. આ માટે રાજસ્થાન સરકારમાં મંત્રી રહેલા ડો.રઘુ શર્માની વરણી કરવામાં આવી હતી. હજુ દસે’ક દિવસ પહેલા જ ડો. શર્મા સહિતના રાજીનામા આપી ચુકેલા મંત્રીઓના સ્થાને રાજસ્થાનની ગહેલોત સરકારનું મંત્રી મંડળ રચાયું હતું.
છેલ્લા 15 દિવસથી ટૂંક સમયમાં મળશે નવા પ્રમુખની વાત પણ હવે જૂની થઇ ગઈ છે.ત્યારે વધુ એક વખત ટૂંક સમયનો હવાલો અપાયો છે. આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે તો દિપક બાબરિયાએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાતોનો દોર શરુ કરતા નવા પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરીયા હોવાની શક્યતાઓ વહેતી થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!