ભાજપના નેતાની દાદાગીરી / ગુજરાતી જાણીતા સિંગર વિજય સુવાળાને સત્તાનો નશો ચડ્યો, જુઓ પોલીસકર્મીએ ગાડી રોકતા સુવાળાએ દાદાગીરી કરી : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અને નેતા વિજય સુવાળા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમદાવાદમાં સિંગર વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસકર્મીએ ગુજરાતી સિંગર વિજય સુવાળાની ગાડી રોકતા તેઓ રીતસરના ભડક્યા હતા. ( વિડિઓ નીચે આપેલો છે )

એટલું જ નહીં વિજય સુવાળાએ રીતસરની પોલીસકર્મીને બદલી કરાવી દેવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયામાં ગુજરાતી સિંગર વિજળ સુવાળાના ગીતો તો બધાએ સાંભળ્યા હશે, જેમાં તેઓ એક સાદગીસભર વ્યક્તિ જણાય છે.

પરંતુ જાણે રાજકારણમાં પ્રવેશ મેળવ્યા બાદ વિજય સુવાળાને સત્તાનો નશો ચઢ્યો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. આજે સોશિયલ મીડિયામાં વિજળ સુવાળાનું એક એવું સ્વરૂપ જોવા મળ્યું, જેણે કદાચ કોઈએ આજ સુધી જોયું નથી. અમદાવાદમાં ગુજરાતી સિંગર વિજય સુવાળાની પોલીસકર્મી સાથે દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થયો છે.

જેમાં સિંગર વિજય સુંવાળા અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થતી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ઘટનામાં ટ્રાફિક પોલીસકર્મીનો વાંક માત્ર એટલો હતો કે સિંગરમાંથી નેતા બનેલા ગુજરાતી સિંગર વિજય સુવાળાની તેઓએ ગાડી રોકી હતી. જેના કારણે વિજય સુવાળાએ પોતાની ગાડીમાં બેઠા બેઠા પોલીસકર્મીને બદલી કરાવવાની ધમકી આપી દીધી હતી.

પોલીસવાળાએ વિજય સુવાળા ભુવાજીની ગાડી ઊભી રખાવી ખાલી પૂછપરછ કરતા હતા, તે દરમ્યાન વિજયભાઈએ પોલીસને ધમકી આપી કે, તારી બદલી ડાંગ જીલ્લામાં કરાવી નાખીશ.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/jVV-bWlGP1E )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *