ભગવા રંગે રંગાયા કલાકારો / જુઓ ચૂંટણી પેહલા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા કલાકરો ભાજપમાં જોડાયા, પાટીલે તમામને કેસરિયો ખેસ પહેરાવ્યો

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતી ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને અભિનેત્રીઓનું સીઆર પાટીલે સ્વાગત કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ જ્ઞાતિ સમાજ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આગેવાનો ભાજપમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે ગુજરાતી કલાકારોએ પણ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હાથે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જેમા ભૂતપૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસના સિનિયર આગેવાન બાબુભાઈ શાહની પુત્રી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવતએ પણ આજે કમલમ્ ખાતે કેસરીયો ખેસ પહેર્યો હતો.

મળતી માહિતી મુજબ ગુજરાતી ફિલ્મ વિટામીન-સીની એક્ટ્રેસ ભક્તિ કુબાવત, ગુજરાતી અભિનેત્રી મમતા સોની, ઉપરાંત જાહનવી પટેલ, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતલ ઠક્કર, પ્રશાંત બારોટ, કમિની પટેલ, સન્ની કુમાર ખત્રી, જ્યોતિ શર્મા સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે. આમ તો ભાજપ સમયાંતરે અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પાર્ટીમાં જોડે છે.

આ સિવાય કોંગ્રેસ છેડેલા જાગૃતિ શાહ પણ ભાજપમાં જોડાયા છે. જાગૃતિ શાહ પૂર્વ મંત્રી બાબુ મેઘજી શાહના પુત્રી છે. જેઓ પહેલા ભાજપમાં હતા અને બાદમાં પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા, ત્યારથી જાગૃતિ શાહ કોંગ્રેસમાં સક્રિય હતા. જાગૃતિ શાહ કોંગ્રેસના મેન્ડેટ પર જિલ્લા પંચાયત પ્રમુખ પણ રહી ચૂક્યા છે. પીએમ મોદીની વિચારધારાથી પ્રેરાઈને તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હોવાની વાત કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.