રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આતંક મચાવતો એક રીઢા ગુનેગાર અંતે વલસાડ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. દિવસ દરમિયાન રેકી કરતો આ ઈસમ રાત્રે કોઈ મકાન અથવા બંગલાના પાછળના ભાગે આવેલ ગેસની પાઈપલાઈન અથવા પાણીની પાઈપલાઈન પર સ્પાઈડરમેનની જેમ ચડીને ચોરીને અંજામ આપતો હતો. આ રીઢો ચોર અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.
વલસાડ જીઆઇડીસી પોલીસ જાપ્તામાં ઊભેલા આ ઈસમ મૂળ મુંબઈનો રહેવાસી છે. તેના ચહેરો જોઈ એવું સમજતા નહિ કે આ કોઈ માસુમ છે. વલસાડ જિલ્લા તેમજ સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ પોલીસ માટે માથાના દુખાવા સમાન આ ઈસમનું નામ દીપક ઉર્ફે બોબડો છે. છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ એવો આ દિપક વલસાડ જિલ્લા એલસીબી પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. ઔદ્યોગિક નગરી વાપીના જીઆઇડીસી વિસ્તારમાં ગત અઠવાડિયે ત્રણ મકાન અને એક બંગલામાં ચોરી થઈ હતી. આ મામલે વલસાડ જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજીની ટીમ આ ચોરીના મામલે તપાસ કરી રહી હતી, ત્યારે વલસાડ એલસીબી ટીમે આરોપી દીપક ઉર્ફે બોબડાની ધરપકડ કરી લીધી છે. આરોપી પાસેથી તાજેતરમાં જ કરવામાં આવેલા સોનાના દાગીના સહિત કુલ ૨.૩૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આ દીપકના નામે અનેક ગુનાઓ નોંધાયા છે. આ દીપકનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ લાંબો છે. વાપી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિપક દ્વારા વાપી દમણ અને સેલવાસમાં કુલ-૧૩ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. ગુનાહિત માનસિકતા વાળો આ ઇસમની મોડસ ઓપરેન્ડી પણ ખૂબ જ રોચક છે. દિવસ દરમિયાન વલસાડ પંથકમાં રેકી કરતો અને કોઈ એવા મકાન અને બંગલાની શોધમાં રહેતો કે જે મકાનમાં પાછળના ભાગે ગેસ લાઇન અથવા પાઇપ લાઇન પસાર થતી હોય અને મકાનમાં સ્લાઇડિંગ વિન્ડો હોય.. અને ત્યાર બાદ રાત્રીના અંધકારમાં આ ચોર એકલો જ ચોરીને અંજામ આપતો હતો.
હમ નહિ સુધરેંગે જેવી માનસિકતા ધરાવતો દિપક અગાઉ પણ અનેકવાર પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે. જેલમાં સુધારવાના બદલે જેલમાંથી બહાર નીકળ્યા બાદ ફરી ચોરીને અંજામ આપવામાં દિપક લાગી જતો હતો. વાપી જીઆઇડીસી પોલીસે દીપકના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે અને રિમાન્ડ દરમિયાન હજી વધુ ચોરીના અનેક ખુલાસા થાય તેવું મનાઇ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!