નકલી પોલીસનો આંતક / હમીદ અને આવેશ હોમગાર્ડમાં પણ પાસ ન થયા, જુઓ પછી પોલીસ બનવા કર્યો એવો કાંડ કે જાણીને ચોંકી જશો

અમદાવાદ

અમદાવાદમાં નકલી પોલીસનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. નકલી પોલિસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવી રહ્યા છે, ત્યારે પોલીસ આવા તત્વોને માત્ર પકડી સંતોષ માને છે. અગાઉ એલિસબ્રિજ પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા શખ્સોને પકડ્યા હતા બાદમાં ગોમતીપુર પોલીસે બે આરોપીઓ ઝડપાયા. આ શખ્સો યુવકને ATMના લઈ જઈ લૂંટ મચાવી હતી.

પોલીસે ઝડપી પાડેલા બે શખ્સોના નામ છે, હમીદખાન પઠાણ અને અવેશ ખાન પઠાણ. જે બને મૂળ રખિયાલ વિસ્તારના રહેવાસી છે અને પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ થોડા દિવસ પહેલા એક યુવકને કેમ આ સમયે બહાર નીકળ્યો કહીને રિક્ષામાં આવી રોક્યો હતો.

ત્યાર બાદ ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે ₹500 જ હોવાનું કહેતા તેને કોઈ પાસેથી ઓનલાઇન પૈસા મંગાવવાનું કહેતા ભોગ બનનારે ₹3000 ગૂગલ પે થી મંગાવ્યા હતા. ત્યાર બાદ યુવકને ATMમાં લઈ જઈ 2500 રૂ. અને 500 રોકડા એમ ત્રણ હજાર લૂંટી લીધા હતા.

આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા હોવાનું પૂછપરછ દરમ્યાન સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા જે હાલ વોન્ટેડ છે. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી CCTV ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા. જેમાં આરોપી હમીદખાન પઠાણ તો અગાઉ ચોરીના ગુનામાં પણ પકડાઈ ચુકેલો છે.

જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં નરોડા પોલિસે એક TRB અને એક પોલીસ કર્મીની અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. બાદમાં ગોમતીપુરની ઘટના સામે આવતા લાગી રહ્યું છે કે નકલી પોલીસનો જાણે જે રાફડો ફાટી નીકળ્યો હોય.ત્યારે આવનાર દિવસોમાં આરોપીઓએ અન્ય કેટલા લોકોને લૂંટયા છે તે બાબતે પણ તપાસ કરી વોન્ટેડ બે લોકોની શોધખોળ હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.