અમદાવાદમાં મિત્રએ જ નોકરીથી ઘરે જતાં મિત્રને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી પતાવી દીધો, કારણ જાણીને તમે ચોંકી ઉઠશો

અમદાવાદ

હત્યાની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો એમ ધોળા દિવસે હત્યા થતી હોય છે. ત્યારે હાલ બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે.

જેમાં અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, આરોપી હત્યા કરીને ફરાર થઇ ગયો છે. જાણવા મળ્યું છે કે, વિજય પ્રતાપજી ઠાકોર બાપુનગરના ભીડભંજન ખાતે રહેતા હતા. તેઓની 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્ર સાથે બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન તેઓ નોકરીથી ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસપુર ચંદુલાલની ચાલી પાસે તેમના મિત્ર દ્વારા જ તેમની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમજ સ્થાનિક લોકો દ્વારા જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *