તમે ઘણીવાર સાળંગપુર હનુમાન દાદાના મંદિર ગયા હશો, પણ મોટા ભાગના લોકો દાદાની મૂર્તિ પાસે આવેલી આ ખાસ વસ્તુ વિશે નહિ જાણતા હોય, ક્લિક કરીને જાણો

ધર્મ

ગુજરાતની ધરતીને પવિત્ર ધરતી માનવામાં આવે છે. અહીંયા ઘણા દેવી અને દેવતાઓનો મંદિર આવેલ છે. ભક્તો પણ અવારનવાર મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે. ઘણા મંદિરો તો ખૂબ પ્રસિદ્ધ છે. કષ્ટભંજન હનુમાનજી મહારાજના ધામ વિશે તો આપ સૌ લોકો જાણતા જ હશો.

એટલું જ નહીં ભગવાન સ્વામિનારાયણના અનુયાયો એવા ગોપાળાનંદ સ્વામી દ્વારા નિર્માણ કરવામાં આવેલા એવા કષ્ટભંજન હનુમાનજી મંદિર વિશે દેશ અને વિદેશમાં પણ પ્રસિદ્ધ છે.

બોટાદ જિલ્લાના સાળંગપુર ની અંદર કષ્ટભંજન હનુમાનજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં સાક્ષાત હનુમાન દાદા સ્વયં બિરાજમાન છે. અહીંયા ભક્તો પણ હનુમાન દાદાના દર્શનાથે દૂર દૂરથી આવે છે. સાળંગપુર માં આવેલા આ મંદિરનો ઈતિહાસ પણ ખૂબ જ આધ્યાત્મિક રહ્યો છે.

તમને જાણીને નવાઇ લાગશે કે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદા ના મંદિર એક કૂવો આવેલો છે. જે લગભગ 176 વર્ષ જૂનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. આખું ગામ આ કુવામાંથી પીવા માટે પાણી લઈ જતા હતા. તે જગ્યા ઉપર આજે ગોપાળાનંદ સ્વામી એ હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું જે દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે.

મંદિરમાં હનુમાનજી મહારાજ ના ભક્તોની મોટી ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, તે કૂવામાંથી દર શુક્રવારના દિવસે પાણી લેવામાં આવે છે અને તે પાણીથી હનુમાન દાદાની મૂર્તિ પર અભિષેક કરવામાં આવે છે. સાથે સાથે ભક્તોને પ્રસાદીમાં પણ આપવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.