હાઇકોર્ટનો મોટો આદેશ / સુરતમાં મેહુલ બોઘરા પર થયેલા હુમલાના કેસમાં જુઓ હાઈકોર્ટે પોલીસને આપ્યા આ મોટા આદેશ

ટોપ ન્યૂઝ સુરત

હાઇકોર્ટે સરથાણા પોલીસ પાસે કાર્યવાહી બાબતે જવાબ માંગ્યો છે. મહત્વનું છે કે, મેહુલ બોઘરા સામે ખંડણી અને એટ્રોસિટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, ફરિયાદ રદ કરવા માટે મેહુલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. ખોટી ફરિયાદ નોંધવાના કારણોસર આ પેહલા જ સરથાણા PI ની કંટ્રોલ રૂમમાં બદલી પણ કરવામાં આવી હતી.

આથી આ મામલે હાઇકોર્ટે નોંધ્યું છે કે, ‘મેહુલ પર થયેલી ફરિયાદ ખોટી છે. આ મામલે 13 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.’ અત્રે વધુમાં તમને જણાવી દઇએ કે, સુરતમાં તારીખ 18 ઓગસ્ટના રોજ સરથાણામાં વકીલ મેહુલ બોઘરા પર TRBનો હપ્તાખોરીનો લાઇવ વીડિયો બનાવતી વખતે TRBના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યારે આ મામલે પોલીસે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ અને ખંડણી માંગતો હોવાનો ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ આ મામલે મોડી ફરિયાદ લેનાર સરથાણાના PI એમ.કે ગુર્જર સહિત અન્ય 4 PIની આતંરિક બદલી કરી દેવાઇ હતી. PI એમ કે ગુર્જરને કંટ્રોલરૂમમાં મુકાયા હતા.

વધુમાં SOG PSI રાજેશ સુવેરાને PCBમાં મુકાયા હતા અને સરથાણા PI તરીકે વી.એલ પટેલને ફરજ સોંપવામાં આવી છે. તેમજ સુરત પોલીસ દ્વારા એક ઝાટકે 37 TRB જવાનોને પણ ડિસમીસ કરી દેવાયા હતા. સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાને લઈને વકીલ આલમમાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે.

ત્યારે થોડા દિવસ અગાઉ સુરતમાં વકીલો દ્વારા કોર્ટ સંકુલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. જેમાં વકીલોએ બેનર અને પ્લેકાર્ડ સાથે રેલી સૂત્રોચ્ચાર કર્યા હતા. આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠી હતી.

તમને જણાવી દઇએ કે, થોડાંક દિવસ અગાઉ સુરતના સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર TRBના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો.

સુરતના વકીલ મેહુલ બોઘરાએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજન ભરવાડે મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આથી, સમગ્ર ગુજરાતમાં આ ઘટનાને લઇને વકીલોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.