ભયંકર અકસ્માતમાં માતા-પિતા અને દીકરીનું થયું મોત, જુઓ ભાવુક તસવીરો આખું ગામ હીબકે ચડ્યું

ઇન્ડિયા

રોડ અકસ્માતમાં 3 વર્ષીય માસૂમ કૃષ્ણા પાસેથી તેના માતા-પિતા તથા બહેનને છિનવી લીધા છે. બાળક હજી પણ હોસ્પિટલમાં છે. ઘટના સમયે બાળક માતાના ખોળામાંથી 30 મીટર દૂર માટી પર જઈને પડ્યું હતું. બાઇક પર ચાર લોકો જતાં હતાં અને તેમાંથી માત્ર એક બાળક જ બચ્યું હતું.

આ ત્રણ વર્ષીય બાળકનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના પગમાં બે સળિયા નાખવામાં આવ્યા હતા. માતા-પિતા તથા બહેનના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ તકે હાજર સૌ કોઈ રડી પડ્યું હતું. બધાની આંખો આ જોઈને ભીની થઈ ગઈ હતી.

રાજસ્થાનના અલવર-ભરતપુર રોડ પર જુગરાવર ટોલ નાકા આગળ અકસ્માતમાં નરેશ, પત્ની સરિતા તથા દીકરી મન્નુનું મોત થયું હતું. માત્ર ત્રણ વર્ષીય કૃષ્ણા બચ્યો હતો. દૂધ પીવાની ઉંમરમાં તે અનાથ થઈ ગયો. પગમાં બે જગ્યાએ સળિયો નાખવામાં આવ્યો છે. આ પહેલાં ગામમાં એક જ ચિતા પર માતા-પિતા બહેનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ગામમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે. માતાને બોલાવે છેઃ કૃષ્ણાના પપ્પા પાણીપુરીની લારી ચલાવતા હતા. કૃષ્ણાને હવે દાદા મોટો કરશે. હોસ્પિટલમાં એડમિટ કૃષ્ણા વારંવાર મમ્મીના નામની બૂમો પાડે છે. દાદાએ કહ્યું હતું કે તે આ ઘટનાથી ભાંગી પડ્યા હતા. તેમના ખભા પર હવે પૌત્રની જવાબદારી છે.

દુખાવો થતાં મમ્મીને બોલાવે છે. આ જોઈને રડવું આવે છે. 30 મીટર દૂર પડ્યો હતોઃ અલવર-ભરતપુર રસ્તા પર શુક્રવાર, 17 જૂને મોડી સાંજે અકસ્માત થયો હતો. બાઇક પર નરેશ પત્ની ને દીકરી-દીકરા સાથે સાસરે જતો હતો. કારે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં નરેશ, સરિતા, 6 વર્ષીય દીકરીનું મોત થયું હતું. કૃષ્ણાની સારવાર અલવરની સૂર્યા હોસ્પિટલમાં ચાલે છે.

કાર સાથે ઘસડાતા રહ્યાઃ અકસ્માતને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે કારની સ્પીડ ઘણી જ વધારે હતી. બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાળક હવામાં ઊછળીને 30 મીટર દૂર પડ્યું હતું. બાઇક કારમાં ફસાઈને ઘણાં દૂર સુધી ઘસડાઈ હતી. ગામવાસીઓએ કહ્યું હતું કે પરિવારને આર્થિક મદદની જરૂર છે, જેથી બાળકની સારવાર સારી રીતે થઈ શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *