ગૌરવવંતુ ગુજરાત / જુઓ કઠોર મહેનતથી ગુજરાતના આ ગામડાની દીકરીએ પિતાનું માથું કર્યું ગર્વથી ઊંચું, 25 વર્ષની ઉંમર પહેલા જ બની DYSP

ગુજરાત ટોપ ન્યૂઝ

આજે મોટાભાગના યુવાનો પોતાના સપનાને સાકાર કરવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, દિવસ રાત એક કરી અને પોતાના સપનાને પુરા કરવામાં લાગી જતા હોય છે, ઘણા યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ઝંપલાવે છે અને ધારી સફળતા પણ મેળવતા હોય છે. ત્યારે હાલ ગુજરાતના એક ગામડાની દીકરીની સફળતાની કહાની સામે આવી છે.

સાબરકાંઠા જિલ્લાના એક ગામડામાં રહેતી એક યુવતી જેને પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દિવસ રાત મહેતન કરી, એવી મનીષાબેન દેસાઈ હાલ 25 વર્ષની ઉંમર પહેલા જ DYSP બની ગયા છે, તેમની આ સફળતા જોઈને તેમના પિતાની છાતી પણ ગજગજ ફૂલી રહી છે, તો સમાજને પણ મનીષાબેન ઉપર ગર્વ થઇ રહ્યો છે.

મનીષાબેનના પીતાં બળદેવભાઈ દેસાઈ પણ પોલીસમાં છે. તેઓ પોલીસ કોન્સ્ટેબલમાંથી પ્રમોશન મેળવી અને પોલીસ ઇન્સ્પેકટરની કક્ષા સુધી પહોંચ્યા હતા. ત્યારે હવે તેમની દીકરી જયારે DYSP બની ગયા છે ત્યારે એક પિતાને પણ દીકરી ઉપર ગર્વ થઇ રહ્યું છે.

મનીષાબેન માટે પણ આ સફળતા મેળવવી એટલી સહેલી નહોતી. તેમને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે ખુબ જ મહેનત કરી છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં જ તેને સિવિલ એન્જીનીયરીંગ પૂર્ણ કરીને જીપીએસસીની તૈયારી કરવાની શરૂઆત કરી હતી.

23 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા જ તેમને વર્ષ 2018-19માં પ્રથમ પ્રયત્ને જ જીપીએસસીની મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષા પાસ કરી દીધી. જેના બાદ તેઓ આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે અંજારમાં ફરજ ઉપર લાગ્યા હતા પરંતુ તેમનું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું.

આસી. ટીડીઓની નોકરીની સાથે સાથે તેમને જીપીએસસીની તૈયારી ચાલુ જ રાખી અને 24 વર્ષની ઉંમર પહેલા જ ફરીવાર GPSCની પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરી અને પોલીસ ઇન્સ્પેકટર બની ગયા. પરંતુ હજુ તે પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહોતા, જેના કારણે તેમને તૈયારીઓ ચાલુ જ રાખી.

મનીષાબેનના ધ્યેય, નિશ્ચય, આત્મવિશ્વાસ અને અથાગ મહેનતના પરિણામે ત્રીજીવાર આપેલી જીપીએસસીની પરીક્ષા પણ તેમને પાસ કરી અને 25 વર્ષની ઉંમર પહેલા જ તે DYSP બની ગયા, અને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું.

પોલીસમાં આવવાનું સપનું મનીષાબેને નાનપણથી જ જોયું હતું. તેમને ગવર્મેન્ટ ફિલ્ડ પણ એટલે જ પસંદ કરી કે તે પોલીસમાં જોડાઈ શકે. મનીષાબેને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે પણ પોતાની ફરજ દરમિયાન ખુબ જ સારી કામગીરી કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.