જુઓ પત્ની નતાશા માટે હાર્દિક પાંડ્યા બન્યો ડ્રાઈવર, પત્ની નતાશાએ રિએક્શન આપતા એવું કહ્યું કે….જુઓ વીડિયો થયો વાયરલ

સ્પોર્ટ્સ

ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર ખેલાડી એવા હાર્દિક પાંડ્યા પોતાના ખેલની સાથે સાથે પોતાના પર્સનલ જીવનને લીધે પણ ચર્ચામાં રહે છે. હાર્દિકની પત્ની નતાશા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને અવાર-નવાર દીકરા અને પતિ સાથેની તસવીરો શેર કરતી રહે છે.

હાલના દિવસોમાં હાર્દિક પત્ની નતાશા અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે, હાર્દિક પરિવાર સાથે એક રિસોર્ટમાં રજાના દિસવો વિતાવવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી પોતાની તસવીરો પણ શેર કરી હતી.

એવામાં તાજેતરમાં જ નતાશાએ પણ રિસોર્ટની અમુક તસવીરો અને વિડિઓ પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યા છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

નતાશાની સ્ટોરીની એક તસ્વીરમાં નતાશા, હાર્દિક અને દીકરા અગસ્ત્યની એક તસ્વીર દેખાઈ રહી છે. જ્યારે એક વીડિયોમાં હાર્દિક દીકરાને બેબી સાઇકલ પર લઇ જતા દેખાઈ રહ્યા છે અને દીકરાને હાથમાં ઊંચકીને હાર્દિક ખુબ ખુશ દેખાઈ રહ્યા છે.

અન્ય એક વીડિયોમાં હાર્દિક પત્ની નતાશા માટે ડ્રાઇવર બનતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે એ હાર્દિક એક મીની કાર ચલાવી રહ્યા છે અને બાજુમાં નતાશા બેસીને તેનો વીડિયો શૂટ કરી રહી છે. જ્યારે પાછળ કૃણાલ પાંડ્યાની પત્ની પંખુરી અને સુર્યકુમાર યાદવની પત્ની દેવીશા શેટ્ટી બેઠેલી છે.

વીડિયોમાં નતાશા હાર્દીકને જોઈને કહી રહી છે કે,”શું હેન્ડસમ ડ્રાઇવર છે”. જેના પર હાર્દિક શરમાઈ જાય છે અને કહે છે કે,”બધાને જલાઓ, હજી પણ જલાઓ’. આ સિવાય વીડિયોમાં નતાશા પંખુરી અને દેવીશાને હાઈ કહી રહી છે. અને દેવીશા કહે છે કે આ ડ્રાઇવર તો ખુબ મોંઘો છો. ત્રણે મળીને હાર્દિકને કહી રહ્યા છે કે ડ્રાઇવર ગાડી સ્પીડમાં ચલાવશો તો પણ ચાલશે. જેના પછી હાર્દિક ગાડી સ્પીડમાં ચલાવે છે. બધા રજાના દિવસોનો ભરપૂર આનંદ માણતા દેખાઈ રહ્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.instagram.com/reel/CNKSrs8Hjsj/?utm_source=ig_web_copy_link )

અમુક સમય પહેલા જ હાર્દિકે પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેના નાશ્તાની પ્લેટ પર કાગડાઓએ હુમલો કર્યો હતો. હાર્દિકે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં હાર્દિક કહી રહ્યો છે કે,”યે નેટ્સ હૈ, યે મૈ હું, યે હમારા ગાર્ડન હૈ ઔર યહાં પાર્ટી હો રહી હૈ”. હાર્દિકનો આ વીડિયો ખુબ વાયલર થયો હતો અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.