હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલનું રાજકારણાં પ્રવેશવા અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, યોગ્ય સમયે રાજકારણમાં જોડાવવા અંગે નિર્ણય કરીશું
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા માટે ખુલ્લો પત્ર લખી આમંત્રણ પાઠવી ગુજરાતના રાજકારણાં ભારે હલચલ મચાવી દીધી હતી. જો કે, હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલનું આ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારે રાજકીય પ્લેટફોર્મ નહીં બને, રાજકારણમાં પ્રવેશનો મારો અંગત નિર્ણય રહેશે.
જો કે, હાર્દિક પટેલ ના પત્ર બાબતે નરેશ પટેલનું મોટું નિવેદન આપતાં જણાવ્યું કે, હાર્દિકે લખેલા પત્રની જાણ મને હજુ હમણાં જ થઈ છે. મેં પત્ર હમણાં જ વાંચ્યો છે. હાર્દિક સાથે વાત કરવાની બાકી પત્રનું માધ્યમ મને ખબર નથી. આ અંગે વાત થાય પછી જ કંઈ કહી શકાય. જો કે નરેશ પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને. તેમણે તે પણ જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવું તે મારો અંગત નિર્ણય હશે. અને યોગ્ય સમયે રાજકારણમાં જોડાવવા અંગે નિર્ણય કરીશું
ઉલ્લેખનીય છે કે,કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન અને પાટીદારોના અગ્રણી નેતા નરેશ પટેલેને પત્ર લખીને રાજકારણમાં જોડાવવાની અપીલ કરતાં સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શક બનીને રાજકારણમાં આવવું જરૂરી છે.
હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.હાર્દિકે જણાવ્યું હતું કે,રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રીગણેશ કરવાનો સમય આવી ગયો છે. હાર્દિકે પત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક પક્ષનું શાસન છે.શાસક પક્ષની તાનાશાહીથી ગુજરાતીઓને અન્યાય થાય છે. પાટીદાર સમાજના યુવાનો પણ સરકારની તાનાશાહીનો ભોગ બન્યા છે. જેને લઈને ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું.
(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/kUvFEMhJ4y8 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!