નાનકડી ઉંમરથી જ ભજન ગાઈને પ્રખ્યાત થયેલા ‘હરિ ભરવાડ’ વિષે તમે નહિ જાણતા હોવ આ વાત…

ગુજરાત

ગુજરાતના ગાયક કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત થયા છે. તેમાંથી કેટલાક કલાકારો તો ખૂબ જ નાની ઉંમરથી જ સંગીત ક્ષેત્રે પોતાની નામના બનાવી ચૂક્યા છે. આવા જ એક કલાકાર છે હરી ભરવાડ. તેમને નાનકડી ઉંમરમાં જ ડગલાબંધ ભજન ગાયને નામના મેળવી છે.

બાળપણમાં હરી ભરવાડ ખૂબ જ પ્રખ્યાત થયા હતા પરંતુ આજે જો તેમની તસ્વીર તમે જોશો તો તમે તેને ઓળખશો પણ નહીં. નાની ઉંમરથી જ ભજનીક તરીકે પ્રખ્યાત થયેલો હરી ભરવાડ હવે ખૂબ જ બદલી ગયો છે. બાળકમાંથી પુખ્ત વયનો યુવક બનેલો હરિભરવાડ હવે ખૂબ અલગ દેખાય છે.

ભજનની દુનિયામાં પ્રવેશ કર્યો ત્યારે અને આજના હરી ભરવાડમાં જમીન આસમાનનો અંતર છે. હરી ભરવાડ આજે બોલીવુડના હીરોની છે અને સ્માર્ટ દેખાવા લાગ્યો છે. તેનો જન્મ ગુજરાતના નડિયાદ જિલ્લાના છાપરી ગામે 12 ઓગસ્ટ 1995 ના રોજ થયો હતો. તેમના માતાનું નામ મનુબેન અને પિતાનું નામ કુકાભાઈ હતું.

હરી ભરવાડ ની સફળતા પાછળ તેના ભાઈનું મોટું યોગદાન છે. તેઓ એક શિક્ષક છે. તેના ભાઈ અને કાકા ના કારણે તેઓ સંગીત ક્ષેત્ર આગળ વધ્યા છે. હરિભરવાડે તેના કાકા પાસેથી ભજન ગાતા શીખ્યું હતું.

તેણે પોતાના ગામની શાળામાંથી જ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી સંગીત ક્ષેત્રે આગળ વધવાની શરૂઆત કરી. તેને પોતાના કાકા પાસેથી ગીત ગાવાની પ્રેક્ટિસ શરૂ કરી. તે સાત વર્ષનો હતો ત્યારથી ગીત ગાતો હતો. તેનો પહેલો આલ્બમ હરિનો માર્ગ હતો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો ત્યારથી હરિભરવાડ લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત થયો.

ધીરે ધીરે તેના ભજન દેશ-વિદેશમાં પ્રખ્યાત થવા લાગ્યા અને તેણે પ્રખ્યાત ભજનીક તરીકે નામના પ્રાપ્ત કરી. આજે પણ તે સંગીત ક્ષેત્રે સક્રિય છે અને અમદાવાદથી 30 કિલોમીટર દૂર કઠલાલમાં તેમનો એક સ્ટુડિયો આવેલો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *