અરે બાપરે / પહેલાં સ્વરૂપવાન મહિલા પાસે કબર ખોદાવી, પછી એજ મહિલા સાથે ત્યાં એવું કર્યું કે જાણીને તમારા રુવાડા ઉભા થઈ જશે

અજબ ગજબ ટોપ ન્યૂઝ

મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગયેલી મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગોળી મારતા પહેલા મહિલાને તેની કબર ખોદાવવામાં આવી હતી. આ પછી આરોપીઓ તેને ત્યાં દાટીને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે ત્રણેય હત્યારાઓની ધરપકડ કરી લીધી છે. બ્રાઝિલનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં, એક મહિલાને મોતને ઘાટ ઉતારતા પહેલા તેની પાસે જ તેની કબર ખોદાવવામાં આવી હતી. આ ઘટનાને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકોએ અંજામ આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપીએ પહેલા મહિલા પાસે તેની કબર ખોદાવી, પછી તેને ગોળી મારીને તેના મૃતદેહને ત્યાં દાટી દીધો.

મહિલા જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી : ‘ડેઈલી સ્ટાર’ના અહેવાલ મુજબ, આ બધું ત્યારે થયું જ્યારે અમાન્ડા અલ્બાચ તેના કેટલાક મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી સેલિબ્રેટ કરવા ગઈ હતી. અમાન્ડાએ પાર્ટીમાં કંઈક એવું કર્યું, જેના કારણે આરોપી ગુસ્સે થઈ ગયો અને તેણે તેને મોતને ઘાટ ઉતારી દીધી. આ પાર્ટીમાં ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ સામેલ હતા. જ્યારે અમાન્ડાએ તેની તસવીરો લેવાનું શરૂ કર્યું, તેને તે ગમ્યું નહીં.

આ કારણે મામલો વધુ બગડ્યો હતો : જ્યારે અમાન્ડાએ ડ્રગ્સની દાણચોરી સાથે સંકળાયેલા વ્યક્તિ વિશે થોડી ટિપ્પણી કરી અને તેનો ફોટો અન્ય ઘણા લોકોને મોકલ્યો ત્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ. પાર્ટી પછી, આરોપીએ અમાન્ડા અલ્બાચનું અપહરણ કર્યું અને તેને એકાંત વિસ્તારમાં લઈ ગયો. ત્યાં તેણે અમાન્ડાને પોતાની કબર ખોદવાનું કહ્યું. બાદમાં તેણે મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી અને લાશને તે જ કબરમાં દાટી દીધી હતી.

આ રીતે સત્ય બહાર આવ્યું : અમાન્ડા અલ્બાચ પાર્ટીમાંથી પરત ન ફર્યા બાદ તેના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પાર્ટીમાં સામેલ લોકોની પૂછપરછ કરી તો તેમને એક વ્યક્તિ પર શંકા ગઈ. આ પછી કડક પૂછપરછમાં તેણે બધી વાત જણાવી. તે વ્યક્તિએ જણાવ્યું કે અમાન્ડાની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ બીચ પાસે દાટી દેવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં બે પુરુષ અને એક મહિલાની ધરપકડ કરી છે. ત્રણેયએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *